HALVADMORBIMORBI CITY / TALUKO
Halvad:હળવદ નજીક ટ્રેન હેઠળ પડતું મૂકી ધ્રાંગધ્રાના આધેડે કર્યો આપઘાત
Halvad:હળવદ નજીક ટ્રેન હેઠળ પડતું મૂકી ધ્રાંગધ્રાના આધેડે કર્યો આપઘાત
હળવદ: દીકરી લગ્ન કરવાના ઇરાદે ઘરેથી જતી રહ્યાનું લાગી આવતા ધ્રાંગધ્રાના આધેડે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધાના બનાવ અંગે હળવદ પોલીસે અ.મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર ધ્રાગધ્રામાં નરસીપરા જુના જીવાના રસ્તે જી–સુરેન્દ્રનગર રહેતા નાગરભાઇ ઇશ્વરભાઇ પરમાર ઉવ.૪૩ ની દિકરી ઘરેથી કોઇને કાઇ કહ્યા વગર લગ્ન કરવાના ઇરાદે જતી રહેલ હોય જે બાબતે નાગરભાઈને મનમા લાગી આવતા પોતાની મેળે હળવદના સુખપર નજીક આવેલ એસ્ટ્રોન રેલ્વે ફાટક નજીક ટ્રેક ઉપર ટ્રેઈન નીકળતા પડતુ મુકતા ટ્રેન નીચે કપાઇ ગંભીર ઇજા થઇ જતા નાગરભાઈનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ત્યારે બનાવ બાબતે હળવદ પોલીસે અ.મોત રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.