GUJARATNANDODNARMADA

રાજપીપળા એસપી કચેરી ખાતે મહિલા કર્મચારીઓ અધિકારીઓને મીઠાઈ આપી મહિલા દિવસની ઉજવણી કરાઈ

રાજપીપળા એસપી કચેરી ખાતે મહિલા કર્મચારીઓ અધિકારીઓને મીઠાઈ આપી મહિલા દિવસની ઉજવણી કરાઈ

 

રાજપીપળા : જુનેદ ખત્રી

આજે ૦૮ માર્ચ આંતરાષ્ટ્રીય મહિલા દિવસની સમગ્ર ગુજરાત રાજ્યમાં ઉજવણી કરાઈ હતી જેમાં મહિલાઓ ના સન્માનમાં વિશેષ કાર્યક્રમો પણ આયોજન કરાયા હતા રાજપીપળા સ્થિત પોલીસ અધિક્ષકની કચેરી અને તમામ પોલીસ મથકોમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે તમામ મહિલા અધિકારી,કર્મચારીઓ, મહિલા GRD મહિલા TRB ના સભ્યોને મીઠાઈ બોક્સ આપી, ગુજરાત પોલીસમાં પોતાની ફરજનિષ્ઠા થકી સમાજ માટે સેવા આપનાર નારી શકિ્તને વંદન સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની શુભેચ્છાઓ આપી ઉજવણી કરવામાં આવી હતી

 

એસપી કચેરી ખાતે dysp વી.આર. ચંદન સાહેબ ના હસ્તે મહિલા પોલીસ કર્મી તેમજ કર્મચારીઓ ને મીઠાઈ આપવામાં આવી હતી ઉપરાંત જીતનગર હેડ ક્વાટર ખાતે dysp રાણા સાહેબ રાજપીપળા ટાઉન પોલીસ મથકે પીઆઈ ગઢવી સાહેબના હસ્તે તેમજ સમગ્ર જિલ્લામાં તમામ પોલીસ મથકો ખાતે મહિલા કર્મચારીઓ અધિકારીઓને મીઠાઈ આપવામાં આવી હતી

Back to top button
error: Content is protected !!