અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
તત્વ કોલેજ નજીક ABVP ના કાર્યકરોએ જનજાતી વિદ્યાર્થીઓ ની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો
તત્વ કોલેજ નજીક ABVP ના કાર્યકરોએ જનજાતી વિદ્યાર્થીઓ ની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જનજાતી વિધાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ વર્ષે બંધ કરવાના નિર્ણય વિરુદ્ધ તથા ગ્રાન્ટેડ લો કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પુનઃચાલુ કરવાની માંગ સાથે અરવલ્લી જિલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિસદના કાર્યકરોએ મોડાસા શહેરની તત્વ કોલેજ નજીક વિરોધ નોંધાવ્યો હતો.