GUJARATNAKHATRANA

સ્વહિત અને રાષ્ટ્ર નિર્માણના હેતુથી તમાકુ મુક્ત જીવનના સંકલ્પ સાથે નખત્રાણા આઇ.ટી.આઇ ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરાઇ

વિદ્યાર્થીઓને તમાકુ તથા નિકોટિનના વ્યસનના ગંભીર પ્રભાવ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

નખત્રાણા ,તા – ૦૯ જૂન : નખત્રાણા તાલુકાની આઈ.ટી.આઈ. (ITI) ખાતે વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી જિલ્લા આરોગ્ય તંત્રના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. આ વર્ષની થીમ “The Appeal – Countering Nicotine and Tobacco Addiction” મુજબ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને તમાકુ તથા નિકોટિનના વ્યસનના ગંભીર પ્રભાવ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.કાર્યક્રમ દરમિયાન કિશોર વયના વિદ્યાર્થીઓમાં વધતા તમાકુ સેવનના જોખમોને ધ્યાનમાં રાખીને તંબાકુથી થતા શારીરિક અને માનસિક રોગો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં વિવિધ કેન્સર, હૃદયરોગ, ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ (OSMF), શ્વસનતંત્ર સંબંધિત રોગો, પાચનતંત્રની સમસ્યાઓ તેમજ ચિંતા, તણાવ, ડિપ્રેશન, નિંદ્રા સંબંધિત વિકારો અને ન્યુરોલોજીકલ અસર અંગે સમજ આપવામાં આવી હતી. સાથે જ વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયા, ડિજિટલ પ્લેટફોર્મ પર થતી ભ્રામક જાહેરાતો તથા આકર્ષક પેકિંગ દ્વારા તમાકુ ઉત્પાદનોના પ્રભાવથી દૂર રહેવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. “તમાકુનો ત્યાગ કરીએ અને ભાવિ પેઢીનું રક્ષણ કરીએ” એવા સંકલ્પ સાથે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ભેટો આપવામાં આવી હતી તથા તમામ સહભાગીઓને પણ પ્રોત્સાહનરૂપ ભેટ આપવામાં આવી હતી.કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિતોને સ્વહિત અને રાષ્ટ્ર નિર્માણના હેતુથી તમાકુ મુક્ત જીવન જીવવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. કાર્યક્રમનું કચ્છ જિલ્લા આરોગ્ય અધિકારી, આર.સી.એચ.ઓ., તેમજ ટી.એચ.ઓ. ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં આઈ.ટી.આઈ.ના આચાર્યશ્રી તથા સ્ટાફગણ, તાલુકા હેલ્થ સુપરવાઇઝર આર. એ. શેખ, આર.બી.એસ.કે.ડો.અજય ત્રિવેદી, કિશોર સ્વાસ્થ્ય સલાહકાર કાન્તિ જેપાર, ટીબી સુપરવાઇઝર જયેશભાઈ વણકર, મલેરિયા ટેકનિકલ સુપરવાઇઝર અંજનીકુમાર રાય તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!