
થરા કોલેજમાં અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા વિશ્વ વસ્તી દિવસ – ૧૧ જુલાઈ ૨૦૨૬ની ઉજવણી કરાઈ…
ઓગડ તાલુકા મુખ્ય મથક થરા મા આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે IQAC અને અર્થશાસ્ત્ર વિભાગના સંયુક્ત ઉપક્રમે તા.૧૧/૦૭/૨૦૨૬ ના રોજ “‘વિશ્વ વસ્તી દિવસ’” ની ઉજવણી કરવામાં આવી. સંયુક્ત રાષ્ટ્ર વસ્તી ભંડોળ – UNFPA દ્વારા વર્ષ ૨૦૨૬ માટે જાહેર કરાયેલી વૈશ્વિક થીમ “Empowering Young People to Create the Families They Want in a Fair and Hopeful World” અર્થાત “ન્યાયી અને આશાસ્પદ વિશ્વમાં યુવાનોને પોતાના ઈચ્છિત પરિવારની રચના માટે સશક્ત બનાવવા” ને આધારે આચાર્ય ડૉ.દિનેશકુમાર એસ.ચારણના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી.કાર્યક્રમનું સંચાલન અર્થશાસ્ત્ર વિષયના અધ્યાપક ડૉ.અમીષાબેન પંચાલે કર્યું હતું. નિબંધ સ્પર્ધા અને ક્વિઝ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. “યુવા શક્તિ અને ટકાઉ ભવિષ્ય” વિષય પર યોજાયેલી નિબંધ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ વસ્તી,શિક્ષણ,રોજગારી અને પર્યાવરણના આંતરસંબંધોને ઉજાગર કર્યા.ક્વિઝ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓની વસ્તી વિષયક જાગૃતિ ચકાસવામાં આવી. વિભાગ અધ્યક્ષ SO પ્રો.આર. ટી.રાજપૂતે પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે “આજે વિશ્વની ૬૦% થી વધુ વસ્તી ૩૦ વર્ષથી ઓછી ઉંમરની છે. જો આ યુવા શક્તિને ગુણવત્તાયુક્ત શિક્ષણ, આરોગ્ય અને નિર્ણય લેવાની સ્વતંત્રતા આપવામાં આવે, તો વસ્તી બોજ નહીં પરંતુ રાષ્ટ્ર નિર્માણની સૌથી મોટી સંપત્તિ બનશે.ડૉ દિનેશકુમાર ચારણે જણાવ્યું હતું કે,વસ્તી દિવસ માત્ર ઉજવણીનો દિવસ નથી તે આપણને યાદ અપાવે છે કે દરેક નાગરિકે જવાબદારીપૂર્વક પરિવારનું આયોજન કરવું જોઈએ.બાળકીઓનું શિક્ષણ, લૈંગિક સમાનતા અને યુવાનોનું કૌશલ્ય વિકાસ એ જ વિકસિત ભારત@૨૦૪૭ નો પાયો છે. કાર્યક્રમમાં કુલ ૩૪ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સ્પર્ધાઓમાં સક્રિય ભાગીદારી નોંધાવી હતી.અંતે અર્થશાસ્ત્ર વિષયના અધ્યાપક ડૉ. રાજેશકુમાર ખાંટે જણાવ્યું કે “સંસાધનો મર્યાદિત છે,પણ માનવની જરૂરિયાતો અમર્યાદિત છે.તેથી આયોજન જ ઉજ્જવળ ભવિષ્યની ચાવી છે.”સ્પર્ધાના વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન થયું. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં વસ્તી જાગૃતિ, સામાજિક જવાબદારી અને ટકાઉ વિકાસના લક્ષ્યો અંગે સભાનતા કેળવવાનો મુખ્ય ઉદ્દેશ સિદ્ધ થયો હતો.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530





