GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ જિલ્લાના નરેડી, નાકરા અને બાંટવા સહિતના ૧૩ ગામોમાં યોગ વર્ગોનો પ્રારંભ

જૂનાગઢ જિલ્લાના નરેડી, નાકરા અને બાંટવા સહિતના ૧૩ ગામોમાં યોગ વર્ગોનો પ્રારંભ

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં યોગના પ્રસાર-પ્રચાર માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાનના ભાગરૂપે તાજેતરમાં નરેડી, નાકરા અને બાટવા સહિત ૧૩ નવા ગામોમાં યોગ વર્ગોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશપાલ સાહેબના માર્ગદર્શન હેઠળ “દરેક ગામ સુધી યોગ”ના સંકલ્પને સાકાર કરવા ઝોન કો-ઓર્ડિનેટર ચેતનાબેન ગજેરા, જિલ્લા કો-ઓર્ડિનેટર જયંતી કાછડીયા, યોગ કોચ જીજ્ઞાબેન રામાણી તથા યોગ ટ્રેનર કાજલબેન અભિનચાંદની દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં યોગ અંગે જાગૃતિ અને નવા યોગ વર્ગોની શરૂઆત માટે કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીના પરિણામે મેંદરડા, માળીયા હાટીના, માણાવદર, માંગરોળ અને વંથલી તાલુકાઓમાં હાલમાં કુલ ૫૧ યોગ વર્ગો કાર્યરત છે. તાજેતરમાં શરૂ કરાયેલા ૧૩ નવા ગામોના યોગ વર્ગોથી વધુ ગ્રામજનોને નિયમિત યોગાભ્યાસ સાથે જોડાવાની તક મળશે. યોગ વર્ગોના માધ્યમથી ગ્રામજનોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધે, નિયમિત યોગાભ્યાસની ટેવ વિકસે તેમજ નિરોગી જીવનશૈલીને પ્રોત્સાહન મળે તે દિશામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે નરેડી, નાકરા, બાંટવા સહિત સંબંધિત ગામોના ગ્રામજનો દ્વારા યોગ વર્ગોને સારો પ્રતિસાદ મળ્યો છે. આગામી સમયમાં જિલ્લાના અન્ય ગામોમાં પણ વધુ યોગ વર્ગો શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!