
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : મોડાસાના સાકરીયા નજીક અજાણ્યા વાહને ત્રી વ્હીલર એક્ટિવાને અડફેટે લેતા યુવકનું મોત,એક ઇજાગ્રસ્ત
અરવલ્લી જીલ્લાના માર્ગો પર વાહનચાલકો ટ્રાફિકના નિયમો નો ઉલાળીયો કરી બેફામ ગતિએ વાહનો હંકારી અકસ્માત સર્જી નિર્દોષ વાહનચાલકો અને રાહદારીઓને ભોગ લઈ રહ્યા છે મોડાસા-ગોધરા રાજ્યધોરી માર્ગ પર સાકરીયા તળાવ નજીક અજાણ્યા વાહનચાલકે ત્રી વ્હીલર એક્ટિવાને ટક્કર મારતા રોડથી ત્રીસ ફૂટ દૂર ખાડામાં ખાબક્યું હતું અકસ્માતને પગલે એક યુવકનું ઘટનાસ્થળે પ્રાણપંખેરું ઉડી ગયું હતું ત્રી વ્હીલર એક્ટિવા દિવ્યાંગ ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા અકસ્માતના પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા
પ્રાપ્ત માહિતી અનુસાર ,સાકરીયા તળાવ નજીક અજાણ્યા વાહને ત્રી વ્હીલર એક્ટિવાને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો દિવ્યાંગ બાબુભાઈ તરાર અને ઉમેશ ડાહ્યા ભાઈ ખાંટ તેમના ત્રી વ્હીલર એક્ટિવા પર કામકાજ અર્થે નીકળ્યા હતા સાકરિયા તળાવ નજીક ત્રી વ્હીલર એક્ટિવાને અજાણ્યા વાહને ટક્કર મારતા વાહન રોડથી દૂર ખાડામાં ખાબક્યું હતું અકસ્માતના પગલે સાકરિયાના ઉમેશ ડાહ્યાભાઈ તરાર (ઉં.વર્ષ-૩૫)નું ઘટનાસ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું દિવ્યાંગ ચાલક બાબુભાઈ માલાભાઈ ખાંટને ગંભીર ઈજાઓ પહોંચતા અકસ્માતના પગલે દોડી આવેલા ગામલોકોએ ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી દીધા હતા સાકરિયા ગામ તળાવ નજીક અકસ્માતની ઘટનાને પગલે ગ્રામજનો તેમજ આસપાસના લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.અકસ્માતમાં આશાસ્પદ યુવકનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ હતી મોડાસા રૂરલ પોલીસ તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી મૃતકની લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી





