અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : સેલ્ફીના ચક્કરમાં યુવકે ગુમાવ્યો જીવ,ભિલોડાના ઓડ ગામના યુવકનું મોત નીપજ્યું
અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના પાલ્લા ગામ પાસે આવેલ ઓડ ગામનો આશાસ્પદ યુવક મેણાત અલ્પેશભાઈ ( આશરે ઉંમર વર્ષ- 18 ) તેમના મિત્રો જોડે વિજયનગર તાલુકાના કણાદર ગામ નજીક આવેલ ધરતી માતાના મંદિરમાં દર્શન કરવા ગયેલ હતા . કણાદર ગામ પાસેના ડુંગરાળ ગ્રામીણ વિસ્તારમાં મિત્રો જોડે ધરતી માતાના મંદિરમાં દર્શન કરવા માટે ગયેલ અને દર્શન કરીને પરત ફરતા ધરતી માતાના મંદિરના પાછળના ભાગમાં આવેલ પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા વહેતા ધોધ પર ચડી ને મોબાઈલમાં સેલ્ફી લેવાના ચક્કરમાં પથ્થર પર અત્યંત લીલ હોવાના કારણે યુવકનો પગ લપસી જતા એકા – એક વહેતા પાણીના ધોધમાં પાડવાથી યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયું છે.ધટના સ્થળ પર લોકાના ટોંળા એકત્રિત થઈ ગયા હતા. પરિવાર પર દુઃખની લાગણી પ્રસરી



