DAHODGUJARAT

ઝાલોદ બોનીબેન.એમ.શેઠમા નોકરી કરતા શિક્ષકે BZ ગ્રુપમા એજન્ટ બની ગ્રાહકોના નાણા ડુબાડ્યા

તા. ૩.૧૨.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

 

Zalod:ઝાલોદ બોનીબેન.એમ.શેઠમા નોકરી કરતા શિક્ષકે BZ ગ્રુપમા એજન્ટ બની ગ્રાહકોના નાણા ડુબાડ્યા

 

હાલ ગુજરાતમાં BZ ગ્રુપમા કરોડોનુ કૌભાંડ બહાર આવેલ છે. એકના ડબલ કરવાની લાલચમાં ગુજરાત તેમજ બીજા રાજ્ય માંથી BZ કંપનીના અનેક એજન્ટો દ્વારા ૬૦૦૦ કરોડ રૂપિયા જેટલા રૂપિયા ઉઘરાવેલ હોવાનું જાણવા મળેલ છે. ૨૦૨૧ થી આ ઓફિસ ખોલીને ૩ વર્ષ મા ડબલ કરવાની લાલચ આપી હજારો લોકોને છેતરવામા આવેલ છે. સી.આઈ.ડી ક્રાઇમ દ્વારા આ અંગે વિસ્તૃત તપાસ કરવામાં આવેલ છે અને આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ એજન્ટો પર તપાસ હાથ ધરી છે

ઝાલોદ બોનીબેન.એમ.શેઠ કન્યાશાળામા નોકરી કરતો ગણિત વિજ્ઞાનનો શિક્ષક કલ્પેશ ખાંટ આ કંપનીમા એજન્ટ હોવાનું બહાર આવેલ છે. પરંતુ આ શિક્ષક આ શાળામાં ફક્ત કાગળ પર નોકરી કરતો હોવાનું બહાર આવ્યું છે. આ શિક્ષક શાળાનુ નવું સત્ર ચાલુ થયું ત્યારે ૧૩ જૂનના રોજ હાજર રહેલ હતા ત્યારબાદ આ શિક્ષક દ્વ કપાત રજા પર ઉતરી ગયેલ હતા તેમજ તેઓ આ કૌભાંડ બહાર આવ્યું ત્યાં સુધી તેઓ આ સ્કૂલમાં રજા મૂક્યા બાદ હાજર રહેલ નથી. આ શિક્ષક રજા પર ઉતર્યા પછી કેમ નથી આવતા અને બીજું શું કામ કરે છે તે પ્રત્યે સ્કૂલના પ્રિન્સિપાલ સહિત દરેક શિક્ષકો અજાણ હતા. રજા પુરી થયા બાદ શિક્ષક હાજર નહીં થતાં તેને કારણ દર્શક નોટિસ પણ ૨૫.૧૧.૨૦૨૪  ના રોજ આપવામાં આવેલ હતી. પરંતુ આ શિક્ષક દ્વારા કોઈ પણ જવાબ આપવામાં આવ્યો ન હતો. આ શિક્ષક BZ કંપનીમા એજન્ટ બની કેટલીય વાર મોંઘીદાટ ગિફ્ટ મેળવી હોય તેવા ફોટા તેમજ સમાચારો સોશિયલ મીડિયા પર ચાલી રહેલ છે. હવે આ BZ ગ્રુપનુ કૌભાંડ બહાર આવતા આ એજન્ટ બની કામગીરી કરતો શિક્ષક હાલ ક્યાં છે તે કોઈ જાણતું નથી એટલે ક્યાંક આ મહા કૌભાંડને લીધે ભૂગર્ભમાં ઉતરી ગયેલ હોય તેવું લોકો માની રહેલ છે

Back to top button
error: Content is protected !!