HEALTH

શા માટે ભોજન કરતી વખતે પાણી પીવુ જોઈએ નહીં? જાણો કારણ

અમદાવાદ, તા. 25 ઓગસ્ટ 2023 શુક્રવાર

સ્વસ્થ રહેવા માટે શરીરને ભરપૂર પાણી પીવાની જરૂર હોય છે. દરેક પુખ્ત વ્યક્તિએ દરરોજ 2-3 લિટર પાણી પીવુ જોઈએ. ભરપૂર પાણી પીવાની સાથે-સાથે તમને એ પણ ખબર હોવી જોઈએ કે પાણી પીવાનો યોગ્ય સમય કયો છે કેમ કે ખોટા સમયે પાણી પીવાથી તમારા આરોગ્ય પર અસર થઈ શકે છે. ઘણા લોકોને ભોજન દરમિયાન પાણી પીવાની આદત હોય છે. તેઓ એક-એક કોળિયો ખાઈને વચ્ચે-વચ્ચે પાણી પીતા રહે છે.

હેલ્થ એક્સપર્ટ અનુસાર જમતી વખતે પાણી પીવાથી તેની નકારાત્મક અસર જોવા મળે છે. પાચનક્રિયા પર તેની ખૂબ ખરાબ અસર પડે છે. જો તમને ભોજન દરમિયાન વારંવાર પાણી પીવાની ટેવ હોય તો તેનાથી તમને ઘણા પ્રકારની શારીરિક સમસ્યાઓ થઈ શકે છે. પાચનક્રિયા દરમિયાન આપણા પેટમાં હાજર એસિડ ભોજનને તોડવાનું કામ કરે છે પરંતુ જ્યારે તમે ભોજન જમતી વખતે પાણી પીવો છો તો આ પેટમાં હાજર એસિડને ખૂબ પાતળુ કરી દે છે, જેનાથી પાચનક્રિયા પર ખરાબ અસર પડે છે.

ભોજન જમતી વખતે પાણી પીવાથી ખોરાકને તૂટવામાં ખૂબ મુશ્કેલી પડે છે અને પોષક તત્વોના અવશોષણમાં પણ મુશ્કેલી આવે છે. જોકે ઘણા અભ્યાસમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે ભોજન કરતી વખતે કે બાદમાં પણ પાણી પીવાથી શરીર પર કોઈ ખરાબ અસર પડતી નથી. જોકે ઘણા લોકોએ અનુભવ્યુ છે કે ભોજન કરતી વખતે પાણી પીવાથી એસિડિટીની સમસ્યા થવા લાગે છે. માત્ર એટલુ જ નહીં, ઘણા લોકોને વજન વધવાની સમસ્યા પણ અનુભવાય છે.

ભોજન બાદ શા માટે તાત્કાલિક પાણી પીવુ જોઈએ નહીં

1. વજન વધવુ

2. મેદસ્વીપણુ

3. પાચન સંબંધિત સમસ્યાઓ

4. પેટમાં ગેસની તકલીફ

5. અપચો

6. બ્લોટિંગ

7. એસિડિટી

8. છાતીમાં બળતરા

9. શુગર

ભોજન બાદ ક્યારે પાણી પીવુ જોઈએ

એક્સપર્ટ અનુસાર ભોજનને પચાવવામાં 2 કલાકનો સમય લાગે છે. તેથી ભોજન જમ્યાના બે કલાક બાદ જ પાણી પીવુ જોઈએ. જો તમને ભોજન જમ્યા બાદ તાત્કાલિક પાણી પીવાની આદત હોય તો માત્ર એક ઘૂંટડો જ પાણી પીવુ જોઈએ. જો તમે યોગ્ય સમયે પાણી પીશો તો તમારુ વજન હંમેશા હેલ્ધી રહેશે. પાચનક્રિયા પણ મજબૂત રહેશે. એસિડિટી અને ગેસની સમસ્યા પણ થશે નહીં.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!