પેકેજ્ડ ડ્રિંકીંગ વોટર પુરુષોના હોર્મોન્સ પર વિપરીત અસર કરે છે, પુરૂષો બને છે નપુંસક
પેકેજ્ડ ડ્રિંકિંગ વોટર તમને બાપ બનતા અટકાવી શકે છે. જો તમે બોટલમાં પેક કરેલું પાણી પી રહ્યા છો તો તમને અનેક નુકસાન થઇ શકે છે. હાલમાં જ થયેલા એક અભ્યાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. સ્ટડીમાં સૌથી વધારે ઉડીને આંખે વળગે તેવી બાબત છે કે, આ પાણી પીવાથી પુરુષો પોતાનું પુરુષત્વ ગુમાવી રહ્યા છે. પ્લાસ્ટિકની બોટલમાં રહેલું પાણી પુરુષોના હોર્મોન્સ પર ખુબ જ વિપરિત અસર કરે છે. જેના કારણે પુરુષો પોતાની ફર્ટિલિટી ગુમાવે છે અથવા તો ઘટી જાય છે.
બોટલનું પાણી પુરુષોના હોર્મોન ટેસ્ટેસ્ટેરોનની કામગીરીને ખોરવી શકે છે. ટેસ્ટેસ્ટેરોન હોર્મોન સંતાનોત્પત્તીમાં મહત્વનો ભાગ ભજવે છે. ટેસ્ટેસ્ટેરોનને કારણે વીર્યમાં શુક્રાણુ જન્મે છે. ટેસ્ટેસ્ટેરોનમાં ઘટાડો પુરુષોની પ્રજનન ક્ષમતા ઘટાડી શકે છે. જેથી આ પાણી બોટલ સીધી જ તમારા પરિવાર પર અસર પડી શકે છે.
હાલમાં જ કેન્દ્ર સરકારે બોટલમાં રહેલા પાણીને હાઇ રિસ્ક કેટેગરીમાં મુક્યું છે. કારણ કે તેના કારણે અનેક શારીરિક બિમારીઓ થાય છે. જો કે પ્લાસ્ટિકની પાણીની બોટલની સૌથી વધારે માઠી અસર પુરુષોની પ્રજનન ક્ષમતા પર અસર કરે છે.
બોટલમાં રહેલું પાણી પીવાના અનેક ગેરફાયદા છે. કેટલીક બીમારીઓ માટે પણ તે જવાબદાર છે. હાવર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના રિસર્ચ અનુસાર પોલી કાર્બોનેટની બોટલ હૃદય રોગ અને ડાયાબિટીસના જોખમને વધારી દે છે. બોટલનું પાણી નિયમિત રીતે સેવન કરવાથી કેન્સર જેવી અનેક બિમારીઓનો ભોગ તમે બની શકો છો. પ્લાસ્ટિકની બોટલ જ્યારે ગરમ વસ્તુના સંપર્કમાં આવે તો તેમાં હાનિકારક રસાયણ ભળી જાય છે. તેનું સેવન કરવાથી કેન્સરની શક્યતાઓ વધે છે.