સ્મોકિંગ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે. જે લોકો સ્મોકિંગ કરે છે તેમને ફેફસાના રોગો, હૃદયના રોગો અને ડાયાબિટીસના કેન્સરનું જોખમ સૌથી વધુ હોય છે. છેલ્લા પાંચ દાયકાથી ડોક્ટર ફેફસાના કેન્સરને સ્મોકિંગ સાથે જોડીને જોઈ રહ્યા છે. તમાકુ સ્વાસ્થ્ય માટે કેવી રીતે ખતરનાક બની શકે છે તે અંગે હજુ પણ સંશોધનો ચાલી રહ્યા છે. તમાકુમાં માત્ર નિકોટિન નથી પરંતુ આ સિવાય આવા બીજા 5000 રસાયણો છે, જે સ્વાસ્થ્ય માટે જોખમી છે. આરોગ્ય નિષ્ણાતો કહે છે કે આપણા શરીરના લગભગ તમામ અંગો તમાકુથી પ્રભાવિત થાય છે. જો કે જે લોકો સ્મોકિંગ કરે છે તેઓએ ઓછામાં ઓછા પાંચ પરીક્ષણો તો કરાવવા જ જોઈએ.
છાતીનો એક્સ-રે તમારા ફેફસાંને અત્યાર સુધી કેટલું નુકસાન થયું છે તે જાણવામાં મદદ થાય છે. આ સિવાય છાતીનો એક્સ-રેથી હૃદયના સ્વાસ્થ્ય વિશે જણાવા મળે છે. સ્મોકિંગને કારણે ફેફસાના કેન્સરનું કેટલું જોખમ છે તે ચેક કરવા માટે સીટી સ્કેન કરવામાં આવે છે. જે લોકો વધુ સ્મોકિંગ કરે છે તેઓએ તો ચોક્કસપણે તેમનું સીટી સ્કેન કરાવવું જોઈએ. જો પહેલેથી જ ફેફસાના કેન્સર વિશે જાણી શકાય તો જીવન બચાવી શકાય છે. ફેફસાના કેન્સરના પ્રથમ સ્ટેજવાળા લોકોમાં બચવાની 60 થી 70 ટકા જેટલી તકો હોય છે.
સ્મોકિંગ કરતા લોકો માટે ઇસીજી એટલે કે ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ ટેસ્ટ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમાકુમાં રહેલા કાર્બન મોનોક્સાઇડ જેવા પદાર્થો આરબીસી(લાલ રક્ત કોશિકાઓ)માં હિમોગ્લોબિન સાથે જોડાય છે, લોહીને તમારા હૃદયમાં પ્રવેશતા અટકાવે છે. ઇસીજી દ્વારા હૃદયમાં થતી સમસ્યાઓ વિષે અગાઉથી જાણી શકાય છે. સ્મોકિંગ તમારા શરીરને ઇન્સ્યુલિન માટે વધુ પ્રતિરોધક બનાવે છે, જે લોહીમાં સુગરનું સ્તર વધારે છે. સ્મોકિંગ કરનારાઓને સામાન્ય રીતે ડાયાબિટીસ થવાનું જોખમ વધારે હોય છે જેના કારણે હૃદય અને કિડનીના રોગો થવાની શક્યતા વધી જાય છે. આ જ કારણ છે કે ડાયાબિટીસ સ્ક્રીનીંગ ટેસ્ટ પણ જરૂરી છે.
જો તમારી ઉંમર 40 વર્ષથી વધુ છે અને તમે સ્મોકિંગ કરો છો, તો તમારે આ ટેસ્ટ કરાવવો જ જોઈએ. વધારે સ્મોકિંગ કરનારાઓના લોહીમાં સામાન્ય રીતે વિટામિન ડી ઘણું ઓછું હોય છે.