INTERNATIONAL

હૈતીમાં સશસ્ત્ર ગેંગ દ્વારા ભયાનક હુમલો: 47 લોકોના મોત, 50 થી વધુ લોકોને બંધક બનાવાયા

પોર્ટ-ઓ-પ્રિન્સ. હૈતીમાં તાજેતરમાં એક સશસ્ત્ર ગેંગ દ્વારા કરવામાં આવેલા હુમલામાં 47 લોકો માર્યા ગયા છે અને 50 થી વધુ લોકોનું અપહરણ કરવામાં આવ્યું છે.

આ હુમલો પોર્ટ-ઓ-પ્રિન્સ નજીકના પહાડી વિસ્તાર કેન્સાફમાં થયો હતો. આ ઘટના માટે પોલીસને વ્યાપક ટીકાનો સામનો કરવો પડ્યો છે.

કેન્સાફને સુરક્ષિત રાખવા માટે પોલીસ કાર્યવાહી દરમિયાન જો કોઈ ગેંગ સભ્ય માર્યો જશે તો ગેંગ લીડરએ તમામ બંધકોને મારી નાખવાની ધમકી આપી છે. પોલીસ પ્રવક્તા ગેરી ડેસરોસિયર્સે રવિવારે મોડી રાત્રે થયેલા હિંસક હુમલાથી પ્રભાવિત તમામ લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે પોલીસ અપહરણ કરાયેલા લોકોને બચાવવા માટે કામ કરી રહી છે.

પોલીસ પ્રવક્તાએ કહ્યું કે અધિકારીઓ ગુપ્ત માહિતી એકત્રિત કરવા માટે કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે પોલીસ જાણે છે કે એક ગેંગ લીડર પોર્ટ-ઓ-પ્રિન્સ, જ્યાં યુએસ દૂતાવાસ સ્થિત છે, ત્યાં તાબારે પડોશમાં હુમલો કરવાની ધમકી આપી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!