આર્જેન્ટિનામાં 7.4ની તીવ્રતાનો મોટો ભૂકંપ આવ્યો, સુનામીનું એલર્ટ
આર્જેન્ટિનામાં શુક્રવારે 7.4ની તીવ્રતાનો મોટો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ દક્ષિણ આર્જેન્ટિનાના ઉશુઆઇયાથી 222 કિલોમીટર દક્ષિણમાં ડ્રેક પેસેજ (પાણીની અંદર) સ્થાનિક સમયાનુસાર બપોરે 1 વાગ્યે (ભારતીય સમયાનુસાર સાંજે 6:30 વાગ્યે) આવ્યો હતો. ભૂકંપની થોડી જ મિનિટો બાદ સુનામીની ચેતવણી પણ જાહેર કરી દેવાઈ. જેમાં લોકોને દરિયા કિનારાથી દૂર જવા અને ઉંચી જગ્યાઓ પર જવાની અપીલ કરાઈ.
અમેરિકન સુનામી ચેતવણી સિસ્ટમ તરફથી જાહેર કરાયેલા મેસેજમાં કહેવાયું છે કે ભૂકંપના કેન્દ્રથી 300 કિલોમીટરમાં આવતા કિનારાઓ માટે ખતરનાક લહેરોની ચેતવણી જાહેર કરાઈ છે, જેમાં દક્ષિણ આર્જેન્ટિના અને ચિલી પણ સામેલ છે. ભૂકંપ પછી તરત જ, ચિલી સરકારે ઝડપથી કાર્યવાહી કરતાં સુનામીનું જોખમ જણાવ્યું અને મેગેલન પ્રદેશ તેમજ એન્ટાર્કટિક પ્રદેશના સમગ્ર દરિયાકાંઠાને ખાલી કરાવવાનો આદેશ આપ્યો. જોકે, હજુ સુધી કોઈ નુકસાન કે જાનહાનિની સૂચના નથી મળી. જોકે, આર્જેન્ટિના દ્વારા સુનામીની કોઈ એલર્ટ જારી કરવામાં આવ્યું નથી.
ભૂકંપ બાદ અત્યાર સુધી કોઈ પ્રકારના નુકસાન કે કોઈને ઈજા થવાની સૂચના નથી મળી. પ્રશાસન સતર્ક છે અને સ્થિતિ પર ધ્યાન રાખી રહી છે. આ શક્તિશાળી ભૂકંપે ફરી એક વાર દક્ષિણ અમેરિકાના દેશોમાં આપત્તિ વ્યવસ્થાપન અને તૈયારી અંગે ચિંતા વધી છે.
જોકે, ભુકંપ બાદ ચીલીના રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન અને પ્રતિક્રિયા સેવા (SENAPRED) એ સુનામીનું જોખમ જણાવતા દક્ષિણી ચીલીના માગાલેનેસ ક્ષેત્રના તટીય વિસ્તારોને તાત્કાલિક ખાલી કરવાનો આદેશ આપ્યો છે. આમ સ્ટ્રેટ ઓફ મેગેલન અને એન્ટાર્કટિક વિસ્તાર પણ સામેલ છે.