
વિજાપુર પિલવાઈ કોલેજ ખાતે બીએસસી વન અને એમએસસી વન નો આવકાર સમારોહ યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પિલવાઇ કોલેજ ખાતે બીએસસી સેમ વન તથા એમએસસી સેમ વન માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે આવકાર સમારોહ યોજાયો હતો.આ સમારોહમાં કોલેજના સિનિયર વિદ્યાર્થીઓએ નવા આવનાર વિદ્યાર્થીઓનું સ્વાગત અભિવાદન કર્યું હતું. ડો આર એસ દવેએ સંસ્થામાં ઉપલબ્ધ ભૌતિક સુવિધાઓ અંગે સૌને માહિતગાર કર્યા હતા. ડો ચિરાગ આચાર્યએ સાયન્સના અધ્યાપકો નો પરિચય આપી સંસ્થામાં ચાલતી વિવિધ ઈતર અને સહ અભ્યાસકીય પ્રવૃત્તિઓ અંગે માહિતી આપી તેમાં ભાગ લેવા જણાવ્યું હતું. ડો નીલા પટેલે વિદ્યાર્થીઓને સાયન્સના વર્ષ 2023-24 ના યુનિવર્સિટીના પરિણામોથી માહિતગાર કર્યા હતા. સાયન્સ ફેકલ્ટીના ઇન્ચાર્જ ડૉ સી એ પટેલે વિદ્યાર્થીઓને નેશનલ એજ્યુકેશન પોલીસી વિશે સમજાવી પરીક્ષા પદ્ધતિઓ વિશે માહિતી આપી હતી. ડો જી જી બારાતે વિદ્યાર્થીઓને પીજીના અભ્યાસક્રમ નું માળખું તથા પરીક્ષા પદ્ધતિ સમજાવી હતી. ઉપાચાર્ય ડો ગૌરાંગ જાનીએ વિદ્યાર્થીઓને આવકારતું પ્રેરક ઉદબોધન કર્યું હતું. આચાર્ય ડો સંજય શાહે વિદ્યાર્થીઓને શિસ્ત અને નિયમિતતા બાબતે જાગૃત કરી સંસ્થાના વિદ્વાન અધ્યાપકોનો અને સુવિધાઓનો લાભ મેળવી સર્વાંગી વિકાસ કરવા આહવાન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો ચિરાગ આચાર્ય એ કર્યું હતું.



