INTERNATIONAL
સાઉદી અરેબિયામાં અરામકોનું હેલિકોપ્ટર ક્રેશ, 14નાં મોત

સાઉદી અરેબિયા સ્થિત ક્રૂડ ઓઈલ કંપની અરામકોનું એક હેલિકોપ્ટર દેશના પૂર્વી તટીય શહેર રાસ તનૂરામાં ક્રેશ થયું હોવાના અહેવાલ મળ્યા છે. આ ઘટનાને પગલે હેલિકોપ્ટરમાં સવાર તમામ 14 લોકોનાં મોત થયાં છે. આ ઘટના ઠીક એવા સમયે બની જ્યારે અરામકો કંપનીએ લગભગ 4 મહિના પછી રાસ તનૂરા ટર્મિનલથી ક્રૂડ ઓઈલનું લોડિંગ પુનઃ શરૂ કર્યું હતું.
કયા કરણસર ક્રેશ થયું તે હજી સ્પષ્ટ જાણી શકાયું નથી. સાઉદી સરકારે જણાવ્યું કે, સંબંધિત એજન્સીઓ ઘટનાની તપાસ કરી રહી છે. આ ઘટનાએ એવા સમયે ચિંતા વધારી દીધી છે, જ્યારે મધ્ય પૂર્વમાં ક્રૂડ નિકાસ તેજીથી વધારવામાં આવી રહી છે અને વૈશ્વિક ઉર્જા બજાર પર બધાની નજર બનેલી છે.





