ARAVALLIBAYAD

બાયડના પંથકમાં અધિકારી ના નામે પ્રાઈવેટ દવાખાનામાં જઈને રોફ જમાવતા ઇસમનો વિડિઓ વાયરલ,

અરવલ્લી

અહેવાલ

બાયડના પંથકમાં અધિકારી ના નામે પ્રાઈવેટ દવાખાનામાં જઈને રોફ જમાવતા ઇસમનો વિડિઓ વાયરલ..!!!

હાલ કોઈ પણ એવી જગ્યા નથી બાકી નથી રહી કે જ્યાં નકલી ની બોલ બાલા ના હોય અને નકલી બની લોકોને છેતરતા હોય તેવા કિસ્સા પણ સામે આવ્યા છે આજે અરવલ્લી જિલ્લાનો એક એવો વિડિઓ સામે આવ્યો છે જેને લઇ બજારમાં અનેક ચર્ચાઓ જામી છે જેમાં એક ઇસમ અધિકારી બની ને પ્રાઈવેટ દવાખાનામાં જઈને રોફ જમાવતા હોવાની ચર્ચાઓ સાથે વિડિઓ વાયરલ થતા અનેક તર્ક સર્જાયા છે

વાત છે અરવલ્લી જિલ્લાના બાયડના પંથકમાં થયેલ વિડિઓ વાયરલ ની જેમાં સૂત્રો ધ્વારા મળતી માહિતી મુજબ આ વીડિયોમાં જે શખ્સ દેખાઈ રહ્યો છે જેમા વિડિઓ વાયરલ ની લઇ બજારમાં અનેક ચર્ચાઓ જામી છે જેમાં શક્સ પોતે આરોગ્ય અધિકારીઓ નો રોફ જમાવી દવાખાને જઈ અલગ અલગ માહિતી લઈ ને અધિકારીની ઓળખ આપી ખંડણી કરતો હોવાની પણ હાલ ચર્ચો જામી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં અધિકારી ની ઓળખ આપી પ્રાઈવેટ દવાખાનામાં જઈ તપાસ કરનાર શક્સ સામે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. હાલ તો સોશિયલ મિડીયા માં વાયરલ થયેલ વિડિઓ સામે અનેક સવાલો ઊભા થયા છે આ બાબતે જવાબદાર તંત્ર યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરે તે જરૂરી છે આ બાબતે જિલ્લા આરોગ્ય અધિકારી નો સંપર્ક કરતા જાણવા મળ્યું હતું કે આવી કોઈ ઘટના સામે કે મારાં ધ્યાને આવી નથી તો પણ તપાસ કરાવી લઈશું અને અમારા ડિપાર્ટમેન્ટ નો અધિકારી એ નિયમ અનુસાર જ કાર્યવાહી કરી શકે છે બાકી નહિ તેમ જણાવ્યું હતું .જોકે વાયરલ વિડિઓ ની પૃષ્ટિ વાત્સલ્યમ સમાચાર કરતુ નથી

Back to top button
error: Content is protected !!