BANASKANTHAGUJARAT

થરા નગર પાલિકા અને શહેર ભાજપ દ્વારા પાલનપુર નેશનલ હાઈવેના મેનેજરને આવેદનપત્ર આપ્યું.

થરા નગર પાલિકા અને શહેર ભાજપ દ્વારા પાલનપુર નેશનલ હાઈવેના મેનેજરને આવેદનપત્ર આપ્યું.

થરા નગર પાલિકા અને શહેર ભાજપ દ્વારા પાલનપુર નેશનલ હાઈવેના મેનેજરને આવેદનપત્ર આપ્યું.

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા શહેરમાંથી પસાર થતા નેશનલ હાઈવેની બંને સાઈડના સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાય છે અને સર્વિસ રોડ ઉપર મોટા મોટા ખાડાઓ પડેલ છે જેના કારણે વારંવાર વાહન વ્યવહાર ઠપ્પથઈ જાય છે અને ટ્રાફિકની સમસ્યા રહે છે.આ અંગે યોગ્ય કાર્યવાહી કરી વરસાદી પાણી અને ખાડાઓની સમસ્યાઓનું યોગ્ય નિરાકરણ લાવવા.સર્વિસરોડ ઉપર વરસાદી પાણી ભરાય છે જેના કારણે રસ્તા ઉપર ખાડા પડેલા છે જે પાણી નિકાલ કરવાની તેમજ ખાડાની મરામત કરવા અંગે થરા સ્ટેટ માજીરાજવી એવમ પાલિકા પૂર્વપ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા,કારોબારી અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિ સહીત કોર્પિરેટરો તેમજ થરા શહેર ભાજપ પ્રમુખ દિનેશજી ઘાંઘોસ,પૂર્વપ્રમુખ ભુપેન્દ્રસિંહ પરમાર,મહામંત્રી રાઘવેન્દ્ર જોષી, અલ્પેશભાઈ શેઠ,સોમાજી જગાણી સહીત તેમની ટીમે નેશનલ હાઈ-વે ઓથોરિટી ઓફ ઈન્ડિયા પાલનપુરના પ્રોજેક્ટ મેનેજરને આવેદનપત્ર આપ્યું..
નટવર કે. પ્રજાપતિ,થરા
મો.99795 21530

Back to top button
error: Content is protected !!