BANASKANTHAGUJARATPALANPUR
કમલ વિદ્યામંદિર ભુતેડી ખાતે સ્વાતંત્ર્ય દિન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું
13 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
કમલ વિદ્યામંદિર ભુતેડી ખાતે સ્વાતંત્ર્ય દિન અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું. પાલનપુર તાલુકાના ભૂતડી ગામે આવેલી કમલ વિદ્યામંદિર હાઈસ્કુલ માં સ્વાતંત્ર્ય દિન અંતર્ગત વિવિધ પ્રકારના કાર્યક્રમો જેવાકે પોસ્ટ કાર્ડ લેખન, રંગોળી બનાવવી, તિરંગા યાત્રા જેવા કાર્યક્રમોનું આયોજન શાળાના આચાર્ય સાહેબ એમ.એમ. પટેલ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિધાર્થીઓએ ઉત્સાહથી ભાગ લીધો હતો. શાળાના શિક્ષક મિત્રોએ વિદ્યાર્થીઓને વિવિધ કાર્યક્રમોમાં જરૂરી સલાહ સૂચન આપી સમગ્ર કાર્યક્રમોને સફળ બનાવ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓએ સ શસ્ત્ર દળોને ઓપરેશન સિંદૂર અંતર્ગત પત્રો લખ્યા હતા તેમજ રંગોળી બનાવવામાં આવી હતી. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તિરંગા યાત્રા પણ નીકાળવામાં આવી હતી.