
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
ખેરગામ ખાતે આવેલ રિદ્ધિ ઓટોના 12 વર્ષ સફળતા પૂર્વક પૂર્ણ રોટરી ક્લબ ઓફ ચીખલી રીવર ફ્રન્ટ તથા રિદ્ધિ ઓટો ખેરગામના સહયોગથી ખેરગામમાં વિના મૂલ્યે નેત્ર યજ્ઞ શ્રીમતી લીલાવતીબેન મોહનલાલ શાહ (બીલીમોરા વાળા) આંખની હોસ્પિટલ નવસારી તથા ડિસ્ટ્રિક્ટ બ્લાઇન્ડનેશ કંટ્રોલ સોસાયટીના સહયોગથી આ નેત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં દર્દીઓની આંખની તપાસ વિના મૂલ્ય કરવામાં આવી તથા જરૂરિયાતમંદ દર્દી અને વિના મૂલ્ય નજીકના ચશ્મા આપવામાં આવ્યા હતા.
જેમાં યુવાનો અને આગેવાનોએ સ્વૈચ્છિક રકતદાન કરતા 25 યુનિટ જેટલું રક્ત એકત્રિત થયું હતું.આ પ્રસંગે પ્રફુલભાઈ શુક્લ,કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ,તાલુકા ભાજપ પ્રમુખ લીતેશ ગાંવિત,મહામંત્રી ચેતન પટેલ,સનમ પટેલ,પ્રશાંત પટેલ,ડેરી સંચાલક મુકેશ પટેલ,આશિષ દેસાઈ સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.કેમ્પમાં 278 જેટલા લોકોની આંખની તપાસ કરવામાં આવી હતી અને 200 થી વધુ આંખના દર્દીને નજીકના નંબર માટેના ચશ્માં વિતરણ કરવામાં આવ્યા હતા.



