INTERNATIONAL

ઈરાનને કોઈ દેશ મદદ કરશે તો પ્રતિબંધ, અમેરિકાનુ વિશ્વના દેશોને મોટું ફરમાન

અમેરિકાએ ઈરાન સામે આર્થિક દબાણ વધારતા હવે ઈરાની એરલાઈન્સ પર અત્યાર સુધીના સૌથી કડક પ્રતિબંધો જાહેર કર્યા છે. અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટના નિવેદન બાદ વિશ્વભરમાં ઈરાનની સરકારી એરલાઈન્સ માટે સ્થિતિ વધુ મુશ્કેલ બની છે. વાસ્તવમાં નવા નિયમો મુજબ હવે કોઈપણ દેશ ઈરાની વિમાનોને લેન્ડિંગ, રિફ્યુઅલિંગ અથવા અન્ય પ્રકારની સહાય આપશે તો તેને પણ અમેરિકી પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે.

અમેરિકાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, ઈરાની એરલાઈન્સને હવે વિદેશી જમીન પર કામગીરી માટે કોઈ છૂટછાટ આપવામાં આવશે નહીં. ટિકિટ વેચાણથી લઈને એરપોર્ટ સુવિધાઓ સુધીના તમામ વ્યવહારો પર કડક નજર રાખવામાં આવશે. અમેરિકાનું માનવું છે કે, આ આર્થિક નાકાબંધી દ્વારા ઈરાન પર દબાણ વધશે અને તેની આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓ પર સીધી અસર પડશે.

જોકે આ કડક નિર્ણય વચ્ચે અમેરિકાએ માનવતાવાદી અને ધાર્મિક પ્રવૃત્તિઓને રાહત આપી છે. મક્કા અને મદીનાની હજ યાત્રા માટે જતા ઈરાની યાત્રાળુઓને આ પ્રતિબંધોમાંથી મુક્તિ આપવામાં આવી છે. સાથે જ દવાઓ, રાહત સામગ્રી અને માનવતાવાદી સહાય સંબંધિત ફ્લાઇટ્સને પણ આ નિયમોથી બહાર રાખવામાં આવી છે. અમેરિકાએ જણાવ્યું છે કે સામાન્ય નાગરિકોને અનાવશ્યક મુશ્કેલી ન પડે તે માટે આ પ્રકારની વિશેષ છૂટ આપવામાં આવી રહી છે.

અમેરિકાએ અન્ય દેશોને પણ ચેતવણી આપી છે કે, જો કોઈ દેશ અથવા એજન્સી ઈરાની વિમાનોને ઈંધણ પૂરું પાડશે, એરપોર્ટ સુવિધા આપશે અથવા ટિકિટ વેચાણમાં સહયોગ કરશે તો તેના સામે પણ આર્થિક પ્રતિબંધો લગાવવામાં આવશે. આ પગલાં દ્વારા અમેરિકા ઈરાનને વૈશ્વિક સ્તરે વધુ એકલું પાડવાનો પ્રયાસ કરી રહ્યું છે.

U.S. President Donald Trump speaks during a round table on collegiate sports in the White House in Washington, D.C., March 6, 2026. REUTERS/Nathan Howard

Back to top button
error: Content is protected !!