INTERNATIONAL
ઈન્ડોનેશિયામાં 6.2 ની તિવ્રતાનો ધરતીકંપ નોંધાયો
ઈન્ડોનેશિયામાં બુધવારેના રોજ ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 6.2 હતી અને તેનું કેન્દ્રબિંદુ ઉત્તર માલુકુના દરિયાકાંઠે હોવાનું જાણવા મળ્યું છે. ભૂ-ભૌતિક એજન્સી અનુસાર, ભૂકંપ 81 કિલોમીટર (50 માઇલ) ઊંડાઈ પર હતો, અને સુનામીનો કોઈ ભય નથી.
ઇન્ડોનેશિયામાં જ્યારે પણ ભૂકંપ આવે છે, ત્યારે સુનામીનો ભય પણ રહે છે, પરંતુ આ વખતે એવું થયું નહીં. બુધવારે વહેલી સવારે ભૂકંપ આવ્યો અને લોકો ડરના માર્યા પોતાના ઘરની બહાર દોડવા લાગ્યા. ઇન્ડોનેશિયાની આપત્તિ નિયંત્રણ એજન્સીએ હજુ સુધી કોઈ મોટા નુકસાનની માહિતી આપી નથી.