JAMBUSAR

કાવી ગામ ના સસ્પેન્ડ કરાયેલ મહિલા સરપંચ મિનાજ બેન સાજીદભાઈ મુન્શી ના સમર્થન મા તથા તેઓ ને પુન: સરપંચ પદે યથાવત રાખવાની માંગ સાથે કાવી ગામ ના હિંદુ સમાજ ના અગ્રણી ઓ તથા મોટી સંખ્યા મા હિન્દુ ગ્રામજનો એ ધારાસભ્ય, સાંસદ તથા જીલ્લા ભાજપ પ્રમુખ ને ઉગ્ર રજૂઆત કરી.

જંબુસર

કાવી ગામ ના સસ્પેન્ડ કરાયેલ મહિલા સરપંચ મિનાજ બેન સાજીદભાઈ મુન્શી ના સમર્થન મા તથા તેઓ ને પુન: સરપંચ પદે યથાવત રાખવાની માંગ સાથે કાવી ગામ ના હિંદુ સમાજ ના અગ્રણી ઓ તથા મોટી સંખ્યા મા હિન્દુ ગ્રામજનો ધારાસભ્ય, સાંસદ તથા જીલ્લા ભાજપ પ્રમુખ ને રજુઆત કરવા દોડી ગયા હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.

જંબુસર તાલુકા કાવી ગામ ના મહિલા સરપંચ મિનાજ બેન સાજીદભાઈ મુન્શી ને તાજેતર મા જીલ્લા વિકાસ અધિકારી ધ્વારા હોદ્દા ના દુર ઉપયોગ બદલ સસ્પેન્ડ કરવા મા આવ્યા હતા.કાવી ના સરપંચ મિનાજ મુન્શી ને રાજકીયદ્રેષ ભાવ થી રાજકીય દબાણ હેઠળ સસ્પેન્ડ કરાયા હોવાની વાત કાવી ગામ મા પ્રસરતા કાવી ગામ ના હિંદુ સમાજ ના લોકો મા રોષ ની લાગણી પ્રવર્તી હતી. અને કાવી ગામ ના હિંદુ આગેવાનો તથા મોટી સંખ્યા મા ગ્રામજનો સ્વયંભુ કાવી ખાતે એકત્ર થયા હતા.અને આ સસ્પેન્શન રાજકીય ઈશારે થયુ હોય અગ્રણીઓ તથા હિંદુ ગ્રામજનો ખાનગી વાહનો ધ્વારા મતવિસ્તાર ના ધારાસભ્ય ડી.કે.સ્વામી, સાંસદ મનસુખભાઈ વસાવા તથા જીલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરીઆ ને તાલુકા ના ભાજપ ના એક અગ્રણી ની આ બાબતે કરેલ શંકાસ્પદ કામગીરી ના વિરોધ મા ઉગ્ર રજુઆત કરવા તથા આગામી લોકસભા ની ચુંટણી નો બહિષ્કાર કરવા ની જાણ કરવા ભરૂચ જવા રવાના થયા હતા. કાવી ગામ ના હિંદુ અગ્રણીઓ તથા હિંદુ ગ્રામજનો એ કાવી થી નીકળી પ્રથમ નાહીયેર ગુરૂકુલ ખાતે ધારાસભ્ય ડી.કે.સ્વામી ની મુલાકાત કરી હતી.અને તેઓ ને કાવી ની વાસ્તવિક સ્થિતિ જણાવી ભાજપ ના તાલુકા ના એક અગ્રણી ની શંકાસ્પદ કામગીરી ની ઉગ્ર રજૂઆત કરી મહિલા સરપંચ મિનાજ મુન્શી નુ સસ્પેન્શન રદ કરવા માંગ કરી હતી.અને જો તેમ નહી થાય તો ચુંટણી નો બહિષ્કાર કરવા ની ચીમકી ઉચ્ચારી હતી રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ .

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!