ગુજરાત આર્યુવૈદીક યુનીવસીટીની સેનેટની ચૂંટણીમાં બોગસ ચૂંણીકાર્ડ

BAKI જામનગર મોર્નિંગ વિશ્વપ્રસીધ્ધ ગુજરાત આર્યુવૈદીક યુનીવસીટીની સેનેટની ચૂંટણીમાં બોગસ ચૂંણીકાર્ડ બનાવી ખોટા દસ્તાવેજો બનાવી અને બોગસ વોટીંગ કરવાના કેશમાંત્રણ ડોક્ટરને નિદોર્ષ ઠરાવી છોડી મુકતી
લોકશાહીના આધારસ્તંભ ન્યાયાલયમાં ચાલતા કેસ એ માત્ર એક નંબરથી ઘણું વિશેષ હોય છે, તે પ્રતિષ્ઠાને પણ સ્પર્શે છે . એક કેસની પ્રક્રિયાની સમીક્ષા જેમાં એડવોકેટની જહેમત કેન્દ્રમાં રહી…….(ચોટલી)
જામનગરની આયુ.યુનિ.ના બોગસ વોટિંગ કેસમાં ૨૪ વર્ષે આરોપીઓનો નિર્દોષ છુટકારો (હેડિંગ)
એડવોકેટ રાજેશ ગોસાઈ અને ટીમની જહેમત રંગ લાવી,ફરિયાદ પક્ષ ઠોસ પુરાવા રજૂ કરી શક્યા જ નહીં અને બચાવ પક્ષે મજબૂત પ્રેસેન્ટેશન કર્યું આખરે શંકાનો લાભ આરોપીઓને મળતા તેઓ તમામ નિર્દોષ જાહેર થયા
વિશ્વ પ્રસિધ્ધ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી,જામનગરમાં ઓથોરિટી ટીમ એટલે કે કારોબારીની ચૂંટણી અને તેમાંય પ્રતિષ્ઠિત લોકો સામે ગુના નોંધાયા હોય આ કેસ સામાન્ય ન રહે5આ હાઈ પ્રોફાઈલ બની ગયો હતો તેમજ કોર્ટમાં કેસ ચાલતા સમગ્ર રીતે સમયનું એ ધરબાયેલું પેજ તાદ્રશ્ય થયું સમગ્ર પણે કેસ અદાલતની કાર્યવાહીની દ્રષ્ટિએ ખૂબ રોચક રહ્યો અને ફરિયાદી આરોપી વકીલ જ નહી જામનગર શહેર જિલ્લો અને સમગ્ર ગુજરાતની આ કેસ ઉપર મીટ હતી
જામનગર (ભરત ભોગાયતા)
સમયનું ચક્ર ગહન છે આ ગહનતા ના બ્રહ્માંડમાં પૃથ્વી ગ્રહ પરના ભારત દેશમાં ન્યાયપ્રણાલી એક એવો આધારસ્તંભ છે જે સમયને તાદ્રશ્ય કરે છે, બનાવ કે અણબનાવ ,ઘટના કે દુધના ,કાયદેસર કે ગેરકાયદેસર જેવા અનેક દ્વંદ્વ કોર્ટ સમક્ષ ચોક્ક્સ કાયદા સિધ્ધાંતો નિયમો પ્રણાલી અને નીતિઓ તેમજ સાંપ્રત વ્યવસ્થાના આધારે આવે ત્યારે તે કેસ માત્ર કેસ નંબર જ નહીં અસ્તિત્વનું નિકટ દર્શન કરાવે છે અને ન્યાયાધીશ જે આ સ્તંભના રખેવાળ છે તેઓ સમગ્ર પ્રક્રિયાના અંતે ચુકાદો આપે છે,આ ચુકાદો બંને તરફે દિશા નિર્દેશ કરે છે કોઇપણ કેસ જે કોર્ટમાં ચાલે એટલે કે જીવંત થાય છે અને તે જીવનતાતામાં વકીલો તેઓની વિદ્વતની ચેતનનો સંચાર કરે છે.કેસ સાથે સંકળાયેલા વાદિ પ્રતિવાદી કે ફરિયાદી કે આરોપી કે અરજદર અને સિસ્ટમ , એ દરેકની જુદી જુદી સમજણ શિસ્તથી સમગ્ર પ્રકરણ આગળ ધપે છે અને કોર્ટમાં એકસૂત્રતા હેઠળ ચાલે છે આ અવલોકન એ માત્ર અગણિત અવલોકનનો અંશમાત્ર હોય તો પણ પુરાવાઓ જ્યારે કેસ સાબિત ન કરી શકે ત્યારે શંકાનો લાભ આરોપીને મળે છે. પુરાવાઓ શામાટે પૂરતા નથી તે બાબત ઊપર બચાવ પક્ષની અભ્યાસપૂર્ણ દલીલો , રિફ્રેન્સિસ સાઇટેશન અને ઘણી કવાયત હોય છે ફોજદારી કેસોમાં કેસ પ્રુવ કરવા પ્રોસેક્યુસન ની પણ આવી જ જહેમત હોય છે કોર્ટમાં આપીયર થતા એડવોકેટને પોતાના અસીલના હિતની સાથે કાયદાઓના સાતત્યનો લગાવ હોય છે અને અથાગ જહેમત કેસને નિર્ણાયક તબક્કે લાવે છે.સાક્ષીઓ, પંચ, પુરાવા, જુબાની, એક્સપર્ટ ઓપિનિયન અને ઘણું બધું કેમ રજૂ કરવું એ પ્રેઝન્ટસનની ખૂબી સાથે આપીયર થતા એડવોકેટ તેઓના અસીલ માટે સફળ વકીલ બને છે ત્યારે ગુજરાત આયુર્વેદ યુનિમા હવે તો. માત્ર ડાયરેક્ટિવ બોર્ડ છે પરંતુ જ્યારે સેનેટ સિન્ડિકેટ ના દબદબાના સમયે વોટિંગ તરફ મીટ મંડાય તેવો સમય હતો અને ત્યારે જેઓની ઉપર બોગસ વોટિંગ કરાવ્યા ના આક્ષેપ થયા હતા તે દરેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે જ્યારે આવા કેસ ચાલે ત્યારે એ કેસનો વ્યાપ અદાલતોથી બહાર કેટલાય સીમાડા વટાવી દૂર દૂર સુધી હોય છે આવા મીટ મંડાયેલા કેસમાં જામનગરના સિનિયર એડવોકેટ હિતેનભાઈ ભટ્ટ ની સાથે પ્રેક્ટિસનો અનુભવ મેળવી જામનગર સહિત હાલાર પંથકમાં નામના મેળવનાર એડવોકેટ રાજેશ ગોસાઈ ના અસીલો નિર્દોષ પુરવાર થયા તે કેટલી મોટી બાબત છે કેટલું મહત્વ છે તે માટે આપણે આગળ વધીએ તેમ તેમ પ્રુવ થતું જશે. કેમકે રાજેશ ગોસાઈ અને ટીમની જહેમત આ કેસનો સ્ટડી કરતા જણાય આવે છે ઉભરી આવે છે. એક બાબત નિશ્ચિત છે કે ફિલ્માંકન થતા કોર્ટરૂમ દ્રષ્યો દર્શકોને જકડી રાખવા દર્શાવાતા હોય છે સાચી કવાયત ઘણી અલગ હોય છે અને ચુસ્ત હોય છે જ્યાં પ્રતિબધ્ધતા પુરવાર થાય છે.
ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સી.એલ.કાપડીયાની કોર્ટમાં તારીખ ૩૦/૦૬/૨૦૨૬ જામનગર ખાતે એક ચુકાદો આવ્યો અને ૨૪ વર્ષની કાનુની લડત બાદ આયુર્વેદ યુનિ લગત ડોકટર્સને ન્યાય મળ્યો (ચુકાદાઓ ન્યાય પ્રણાલી સંમત હોય છે ) આ કેસમાં રાજકીય કીન્નાખોરીથી સેનેટની ચૂંણી જીતવા માટે ડોકટર્સને ખોટી રીતે ગુનામાંસંડોવી દીધેલ હોવાની દલીલો થઇ હતી સાર એવો છે કે ગુજરાત આર્યુવૈદીક યુનીવસીર્ટીના મદદનીશ કુલ સચીવ અરવીંદભાઈ બારાઈ ધ્વારા જામનગર સીટી ‘બી’ ડીવી.પો.સ્ટે.માં એવી ફરીયાદ નોંધાવેલ કે, સને ૨૦૦૨ના રોજ ગુજરાત આર્યુવૈદીક યુની.માં સેનેટની ચુંટણી કે, જે અલગ અલગ જીલ્લામાં યોજાયેલ અને તેમાં મતદાન કરવામાં આવેલ તેમાં ઉમેદવારોએ બોગસ ઓળખપત્રો છપાવી અને અન્યના નામે ખોટું મતદાન કરી અને ચુંટણી જીતવાની કોશીશ કરેલ છે અને આ તમામ ખોટા ઓળખપત્રોના આધારે મતદાન કરેલ, જે મતદાન કાર્ડ મતગણતરી દરમ્યાન મતપેટીમાંથી નીકળતા જે તે વખતે મતદાન કમીટી દ્વારા તેવા ઓળખપત્રો કબજે કરી શીલ કરેલ અને ગુજરાતના ૨૩ સેન્ટર પર આ મતદાન કેન્દ્ર ખોલવામાં આવેલ જે પૈકી કુલ ૧૭૧ બોગસ ઓળખપત્રો મળેલ, અને તેથી ગુજરાત આર્યુવૈદીક યુની.એ વીજીલીયન્સ ઓફીસરોને તપાસ સોંપેલ અને તપાસના અંતે સેનેટની ચુંટણીના ઉમેદવારી નોંધાવનાર ડો.અક્ષય રમણલાલ સેવક, ડો.સંજય પ્રભુદાસ જીવરાજાની, તથા ડો. નરેન્દ્રકુમાર ઠાકોરદાસ શાહ વિગેરે સામે જામનગર સીટી ‘બી’ ડીવી.પો.સ્ટેશનમાં બોગસ દસ્તાવેજો બનાવી અને ચુંટણીમાં ગેરરીતી કરી અને ગુનાહીત કાવતરૂ રચવાનો ગુનો નોંધાયેલ અને તેમાં આરોપીઓની અટક કરવામાં આવેલ હતી, આ કેશ જામનગરમાં ખુબજ ચર્ચાસ્પદ થયેલ અને આ કેશ જામનગરની અદાલતમાં ચાલેલ અને તેમાં આર્યુવૈદીક યુર્નીવસીટીના મ.રજીસ્ટ્રાર તેમજ મદદનીશ કુલસચીવની જુબાની લેવાયેલ, તેમજ તપાસમાં કુલ ૬૩ જેટલા સાક્ષી સાહેદોની જુબાની લેવામાં આવેલ, તેમાં અલગ અલગ જીલ્લાના ડોકટર્સ તથા તપાસ કરનાર અધિકારીની પણ જુબાની લેવામાં આવેલ અને ૨૪ વર્ષના લાંબા સમય સુધી આ કાનુની ન્યાની લડત ચાલેલ અને તમામ પુરાવા બાદ આરોપી ડોકટર્સ તરફે દલીલો કરવામાં આવેલ કે, રાજકીય કીન્નાખોરીથી ચુંટણીમાં જીતવા માટે આરોપીઓ ખોટી રીતે સંડોવી દીધેલ છે, અને આ ડોકટર્સ ભવિષ્યમાં પણ ચુંટણીમાં ઉભા ન રહે અને આ આર્યુવૈદીક યુનીર્વસીટીના કૌભાંડો અને ગેરરીતઓ બાબતે કોઈ રજુઆતો ન કરે તેટલા માત્ર આશયથી સંડોવી દીધેલ છે, આ તમામ રજુઆતો બાદ જામનગરની અદાલત ધ્વારા આરોપીઓને નીદોર્ષ ઠરાવી અને છોડી મુકવાનો હુકમ કરેલ છે, આરોપીઓની ૨૪ વર્ષની લડાઈના અંતે ન્યાય મળતા આરોપીઓના પરીવારજનોએ રાહતનો શ્વાસ લીધેલ છે, આ કેશમાં આરોપીઓડો.અક્ષય રમણલાલ સેવક, ડો.સંજય પ્રભુદાસ જીવરાજાની, તથા ડો. નરેન્દ્રકુમાર ઠાકોરદાસ શાહ તરફ વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવર્સીહ આર. ગોહીલ, રજનીકાંત આર. નાખવા, નિતેષ જી. મુછડીયા તેમજ કરણ કે. પટેલ રોકાયેલા હતા.
હવે આ કેસના રસપ્રદ પાસાઓ જોઈએ તો ફરિયાદપક્ષે મુદ્દાઓ મજબૂત રીતે રજૂ કર્યા કે કુલ ૧૭૧ શંકાસ્પદ ઓળખપત્રો જપ્ત થયા. ૨૩માંથી૧૩ મતદાન કેન્દ્રોમાં ગેરરીતિની શંકા વ્યક્ત થઈ.
નિવૃત્ત ડીવાયએસપી દ્વારા તપાસ થઈ.યુનિવર્સિટીએ ચૂંટણી રદ કરીને ફરી ચૂંટણી યોજી.અનેક દસ્તાવેજો અને સાક્ષીઓ રજૂ કરાયા. આથી ચૂંટણી પ્રક્રિયા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા વગેરે વગેરે પરંતુ કોર્ટે નોંધ લીધી કે પ્રત્યક્ષ સાક્ષીનો અભાવ
કોઈ સાક્ષીએ કોર્ટમાં સ્પષ્ટપણે કહ્યું નહીં કે તેણે આરોપીને બોગસ મતદાન કરતા જોયો હતો. પ્રીસિડિંગ ઓફિસરની ફરિયાદ નહોતી,મતદાન કેન્દ્રના જવાબદાર અધિકારીઓ તરફથી બોગસ મતદાન અંગે મજબૂત લેખિત ફરિયાદનો અભાવ રહ્યો.
આરોપી સાથે સીધી કડી નબળી,ઓળખપત્રો મળ્યા, પરંતુ તે ચોક્કસ આરોપીઓએ જ બનાવ્યા કે વાપર્યા તે સાબિત કરવામાં મુશ્કેલી રહી.ઓળખપત્રો વિવિધ હાથમાંથી પસાર થયા હતા. બચાવ પક્ષે આ મુદ્દે પણ પ્રશ્નો ઊભા કર્યા. ફરિયાદી અરવિંદભાઈ બારાઈની જુબાનીમાંથી મહત્વના મુદ્દા
ઉલટતપાસ દરમિયાન તેમણે સ્વીકાર્યું કે એફઆઈઆર તૈયાર મળેલી હતી.કોણે તૈયાર કરી તે ખબર નહોતી.પોસ્ટથી ઓળખપત્ર કોણે મોકલ્યા તેની જાણ નહોતી.તેઓ પોતે બોગસ મતદાનના પ્રત્યક્ષ સાક્ષી નહોતા. આ સ્વીકારો બચાવ પક્ષ માટે ઉપયોગી બન્યા.કોર્ટે કયા સિદ્ધાંતોને મહત્વ આપ્યું?
ચુકાદામાં વારંવાર નીચેના સિદ્ધાંતોનો ઉલ્લેખ થાય છે વાજબી શંકાથી પર પુરાવો શંકાનો લાભ આરોપીને
એક વિશ્વસનીય સાક્ષી અનેક નબળા સાક્ષીઓ કરતાં વધુ મહત્વનો,તપાસમાં ખામી હોવા છતાં, જો પુરાવો મજબૂત હોય તો દોષિત ઠેરવી શકાય પરંતુ પુરાવો નબળો હોય તો આરોપીને લાભ મળે. આ કેસમાંથી વહીવટી દૃષ્ટિએ મળતા પાઠ જોઈએ તોઆ કેસ ચૂંટણી વ્યવસ્થાપન માટે પણ મહત્વનો છે.
ભવિષ્યમાં આવી સ્થિતિ ટાળવા માટે ઓળખપત્રમાં ક્યુઆર Q અથવા ડિજિટલ વેરિફિકેશન હોવું જોઈએ.મતદારની ફોટો ઓળખ વધુ કડક રીતે ચકાસવી જોઈએ.સીસીટીવી દ્વારા મતદાન પ્રક્રિયાનું રેકોર્ડિંગ કરવું જોઈએ.તમામ દસ્તાવેજોની લેખિતમાં જાળવવી જોઈએ.દરેક શંકાસ્પદ ઘટનાની તરત લેખિત નોંધ લેવાય.”ફોજદારી કેસમાં આરોપની ગંભીરતા નહીં, પરંતુ પુરાવાની ગુણવત્તા સૌથી મહત્વની છે.”ભલે આરોપ ગંભીર હોય, પરંતુ જો પુરાવો કાયદાની કસોટી પર પૂરતો ન ઉતરે, તો અદાલત આરોપીને દોષિત ઠેરવી શકતી નથી
આ ૧૨૧ પાનાનો ચુકાદો માત્ર એક ચૂંટણી વિવાદ નથી. તે ભારતીય ફોજદારી ન્યાયવ્યવસ્થાના મૂળભૂત સિદ્ધાંતો—નિર્દોષ માન્યતા, વાજબી શંકાથી પર પુરાવો અને ન્યાયસંગત ટ્રાયલ—ને મજબૂત રીતે રજૂ કરે છે.ચુકાદો એ પણ દર્શાવે છે કે
તપાસ વ્યાપક હોવી પૂરતી નથી;તપાસ કાનૂની રીતે દોષ સાબિત કરી શકે તેવી હોવી જરૂરી છે;અને દરેક આરોપી સામે વ્યક્તિગત પુરાવા વિના સજા થઈ શકતી નથી.
આ રીતે સમગ્ર ચુકાદો ચૂંટણીની નિષ્પક્ષતા, તપાસની ગુણવત્તા અને ફોજદારી કાયદાના સિદ્ધાંતો અંગે એક મહત્વપૂર્ણ સંદર્ભ તરીકે કામ કરે છે.
@ બોક્સ
કેસનો પરિચય, પૃષ્ઠભૂમિ અને સમગ્ર ઘટનાક્રમ
આ ચુકાદો તા. ૩૦ જૂન, ૨૦૨૬ના રોજ જામનગરની ચોથા અધિક ન્યાયિક મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની અદાલતે આપ્યો હતો. તેમાં બે ફોજદારી કેસોનો એકસાથે નિર્ણય કરવામાં આવ્યો છે. આ કેસ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગરની ૨૨ સપ્ટેમ્બર,૨૦૦૨ના રોજ યોજાયેલી સેનેટની સ્નાતક વિભાગની ચૂંટણી સાથે સંબંધિત છે.ફરિયાદ મુજબ ચૂંટણી દરમિયાન કેટલાક ઉમેદવારો અને તેમના સાથીદારોએ કાવતરું રચીને
નકલી (બોગસ) ઓળખપત્રો બનાવ્યા,યુનિવર્સિટીના સિમ્બોલ અને સીલની નકલ કરી,ખોટી સહી કરી,મતદાર ન હોય તેવી વ્યક્તિઓના ફોટા ચોંટાડ્યા,અને આવા નકલી ઓળખપત્રોના આધારે બોગસ મતદાન કરાવવાનો પ્રયાસ કરયો
કેસમાં કુલ 6 આરોપીઓ સામે કાર્યવાહી થઈ હતી.
મુખ્ય આરોપીઓમાં:અક્ષય રમણલાલ સેવક,સંજય પ્રભુદાસ જીવરાજાણી,સુખદેવસિંહ રણજીતસિંહ વાંસીયા,વિકાસ રામકૃષ્ણ શર્મા,નરેન્દ્રકુમાર ઉર્ફે એન.ટી. શાહ,કનકસિંહ ખીમાભાઈ ઝાલાસામેલ હતા.પોલીસે નીચેની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો:ગુનાહિત કાવતરું– ચૂંટણીમાં ખોટી ઓળખથી મતદાન – ખોટા દસ્તાવેજ બનાવવો – કિંમતી દસ્તાવેજની બનાવટ – ઠગાઈના હેતુથી બનાવટ– ખોટા દસ્તાવેજનો સાચા તરીકે ઉપયોગ – ખોટા સીલ, સ્ટેમ્પ, નિશાની વગેરે બનાવવી અને વાપરવી, સામાન્ય ઇરાદાથી કરાયેલ ગુનો.
આ કલમો દર્શાવે છે કે કેસ માત્ર ચૂંટણી ગેરરીતિનો નહોતો, પરંતુ ફોર્જરી, કાવતરું અને ચૂંટણી પ્રણાલી સાથે છેડછાડ જેવા ગંભીર આરોપોનો હતો. આચૂંટણી પૂર્ણ થયા પછી કેટલાક ડોક્ટરોએ લેખિતમાં રજૂઆત કરી કેચૂંટણીમાં બોગસ ઓળખપત્રોનો ઉપયોગ થયો છે.અસલી મતદારોના નામે અન્ય લોકોએ મતદાન કર્યું છે.સમગ્ર ચૂંટણીની તપાસ કરવી જોઈએ.
આ રજૂઆત બાદ યુનિવર્સિટીએ તપાસ સમિતિની રચના કરી અને નિવૃત્ત ડીવાયએસપી એલ.સી. બારોટને તપાસ સોંપાઇ હતી તપાસ દરમિયાન જણાવાયું કેરાજ્યભરના કુલ ૨૩ મતદાન કેન્દ્રોમાંથી૧૩ કેન્દ્રોમાં ગેરરીતિના સંકેતો મળ્યા.
કુલ ૧૭૧શંકાસ્પદ ઓળખપત્રો મળી આવ્યા.તપાસ અહેવાલ બાદ ચૂંટણીની મતગણતરી અટકાવવામાં આવી.
ત્યારબાદ ચૂંટણી રદ કરીને ફરી ચૂંટણી જાહેર કરવામાં આવી.
યુનિવર્સિટીના મદદનીશ કુલસચિવ અરવિંદભાઈ જયંતિલાલ બારાઈને કુલપતિ દ્વારા સત્તા આપવામાં આવી અને તેમણે ૨૧/૧૦/૨૦૦૨ના રોજ જામનગર સિટી “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. સાથે તપાસ અહેવાલ અને અન્ય દસ્તાવેજો પણ જોડવામાં આવ્યા હતા આ કેસના પુરાવાઓ કોર્ટમાં ૨૦૧૯થી શરૂ થયા હતા
@ફરિયાદપક્ષનો કેસ – બોગસ ઓળખપત્રો, તપાસ અને પુરાવાનું વિગતવાર વિશ્લેષણ
સરકાર પક્ષનો મુખ્ય આરોપ એવો હતો કે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીની સેનેટ ચૂંટણી જીતવા માટે આરોપીઓએ પૂર્વયોજિત ગુનાહિત કાવતરું રચ્યું હતું.યુનિવર્સિટીના અસલી ઓળખપત્રોની નકલ કરી,
તેમાં યુનિવર્સિટીનું પ્રતીક (Logo) અને સીલ છાપ્યા,
ખોટી સહીઓ કરી,
મતદાર ન હોય તેવી વ્યક્તિઓના ફોટા ચોંટાડ્યા,
અને આ નકલી ઓળખપત્રોના આધારે બોગસ મતદાન કરાવ્યું હોવાનું આરોપ મૂકાયો હતો.તપાસ દરમિયાન શંકાસ્પદ ઓળખપત્રો જપ્ત કરવામાં આવ્યા.આ ઓળખપત્રો ગુજરાતના વિવિધ મતદાન કેન્દ્રોમાંથી મળ્યા હોવાનું ફરિયાદપક્ષે જણાવ્યું.
તેમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભરૂચ, જૂનાગઢ, નવસારી, ગોધરા, ભુજ, આનંદ, વલસાડ સહિતના અનેક કેન્દ્રોના ઓળખપત્રો સામેલ હતા.
GJJM020004222004_1_2026-06-30.pdf
સરકાર પક્ષનો દાવો હતો કે આટલી મોટી સંખ્યામાં ખોટા ઓળખપત્રો મળવા એ કોઈ સામાન્ય ભૂલ નહીં પરંતુ સુનિયોજિત કાવતરું હતુંચૂંટણી પછી કેટલાક ઉમેદવાર ડોક્ટરોએ લેખિત રજૂઆત કરી કે મતદાન દરમિયાન ગેરરીતિ થઈ છે.
તે બાદ વાઇસ ચાન્સેલરે તપાસ સમિતિ બનાવી.ફરિયાદ મદદ નિશ કુલસચિવ બારાઈ હતા,પંચ સાક્ષીઓ,વિવિધ ડોક્ટરો
ચૂંટણી સાથે જોડાયેલા અધિકારીઓ,દસ્તાવેજોની ઓળખ કરનાર વ્યક્તિઓ
તપાસ સંબંધિત સાક્ષીઓ.આટલી મોટી સંખ્યામાં સાક્ષીઓ રજૂ થવું બતાવે છે કે ફરિયાદપક્ષે કેસને મજબૂત બનાવવા વિશાળ પુરાવા એકત્ર કર્યા હતા. ફરિયાદપક્ષની દલીલ એ હતી કે
નકલી ઓળખપત્રો મોટી સંખ્યામાં મળ્યા છે.
આકસ્મિક રીતે આટલી મોટી ગેરરીતિ શક્ય નથી.
આરોપીઓએ મળીને ચૂંટણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો.
આ માટે બનાવટી દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા હતા.
તેથી તમામ આરોપીઓને આઇપીસીની વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવવા જોઈએ.
@. બચાવ પક્ષની દલીલો, ઉલટતપાસ અને ફરિયાદપક્ષની ખામીઓ
આ સમગ્ર કેસમાં સૌથી મહત્વનો ભાગ બચાવ પક્ષની દલીલો અને ફરિયાદી તથા અન્ય સાક્ષીઓની ઉલટતપાસ હતી. બચાવ પક્ષે દલીલ કરી કે માત્ર શંકા, તપાસ અહેવાલ અથવા બોગસ ઓળખપત્રો મળ્યા હોવાના આધારે આરોપીઓને દોષિત ઠેરવી શકાય નહીં. ફરિયાદપક્ષે આરોપીઓ સાથે સીધો સંબંધ પુરવાર કરવો જરૂરી છે.ફરિયાદી અરવિંદભાઈ બારાઈએ સ્વીકાર્યું કે:
તેમણે પોતે કોઈ આરોપીને બોગસ મતદાન કરતાં જોયા નથી.
કોઈ આરોપીને બનાવટી ઓળખપત્ર બનાવતા જોયા નથી.
તેઓએ માત્ર તપાસ સમિતિના અહેવાલના આધારે ફરિયાદ નોંધાવી હતી. આ બાબત બચાવ પક્ષ માટે મહત્વની બની.
કોઈ પ્રિસાઈડિંગ ઓફિસરે ફરિયાદ કરી નહોતી
બચાવ પક્ષે ઉલટતપાસમાં મહત્વનો મુદ્દો ઉઠાવ્યો.
ફરિયાદીએ સ્વીકાર્યું કે રાજ્યમાં ૨૩ મતદાન કેન્દ્રો હતા.
દરેક કેન્દ્રમાં ચૂંટણી અધિકારીઓહાજર હતા.ઉમેદવારોના ચૂંટણી એજન્ટ પણ હાજર હતા.
છતાં…તેમને યાદ નથી કેકોઈ ચૂંટણી અધિકારીઓએ બોગસ મતદાન અંગે લેખિત ફરિયાદ કરી હોય.કોઈ ચૂંટણી એજન્ટે તે સમયે વિરોધ નોંધાવ્યો હોય.જામનગર મતદાન કેન્દ્ર પર બોગસ મતદાન અંગે કોઈ સત્તાવાર નોંધ થઈ હોય
આથી બચાવ પક્ષે દલીલ કરી કે ઓળખપત્રોની હેરફેર ક્યાં અને કેવી રીતે થઈ તેની ખાતરીપૂર્વક સાબિતી નથી. ફોજદારી ફરિયાદ પણ ફરિયાદીએ તૈયાર કરી નહતી ઉલટતપાસમાં ફરિયાદીએ સ્વીકાર્યું કે તે પહેલેથી ટાઈપ થઈને તૈયાર હતી.તેઓ માત્ર કુલપતિ ના કહેવા મુજબ સહી કરવા પોલીસ સ્ટેશન ગયા હતા.
કોણે તૈયાર કરી તેની ખબર નથી. અધિકારપત્ર પણ ફરિયાદ માટે સાથે હતું નહી.ફરિયાદીએ સ્વીકાર્યું કે:કેટલાક આરોપીઓને તેઓ ઓળખતા જ નહોતા.માત્ર થોડાક લોકોને ઓળખતા હતા. જ્યારે બચાવ પક્ષે વારંવાર દલીલ કરી કેકોઈ આરોપીને મતદાન કરતાં પકડવામાં આવ્યો નથી.કોઈ વિડિયો નથી.
કોઈ ફોટોગ્રાફ નથી.કોઈ ચૂંટણી અધિકારી ની સીધી ફરિયાદ નથી.કોઈ મતદારે ફરિયાદ કરી નથી કે તેના નામે બીજા કોઈએ મત આપ્યો.આથી માત્ર શંકા પરથી સજા થઈ શકે નહીં.
બચાવ પક્ષે કોર્ટને કહ્યું કે બનાવટી ઓળખપત્રો મળવા અને આરોપીઓએ જ તે બનાવ્યા હોવાનું સાબિત થવું — બંને અલગ બાબતો છે.જો બીજા મુદ્દાનો મજબૂત પુરાવો ન હોય તો ફોજદારી કાયદા મુજબ આરોપીઓને દોષિત ઠેરવી શકાય નહીં.
કાયદાનો મહત્વના સિદ્ધાંત ઉપર બચાવ પક્ષે ભાર મૂક્યો કે:
“શંકા ગમે તેટલી મજબૂત હોય, તે ક્યારેય પુરાવાનો વિકલ્પ બની શકતી નથી.” વિશ્વસનીયતા, તપાસની પ્રક્રિયા અને સાક્ષીઓની જુબાનીમાં રહેલી ખામીઓ દર્શાવી. ખાસ કરીને, કોઈ સીધો સાક્ષી, પ્રિસાઈડિંગ ઓફિસરની ફરિયાદ, આરોપીઓ સાથે સીધો સંબંધ દર્શાવતો પુરાવો અથવા બોગસ મતદાનનો પ્રત્યક્ષ પુરાવો ન હોવાનો મુદ્દો બચાવ પક્ષે મજબૂતીથી રજૂ કર્યો.
@ બોક્સ
કોર્ટનું કાનૂની વિશ્લેષણ અને પુરાવાનું મૂલ્યાંકન
અહીં કોર્ટે માત્ર પુરાવા જ જોયા એવું નથી, પરંતુ ભારતીય દંડ સંહિતા ,ભારતીય પુરાવા અધિનિયમ અને સુપ્રીમ કોર્ટના અનેક ચુકાદાઓના આધારે દરેક મુદ્દાનું કાનૂની વિશ્લેષણ કર્યું છે.
કોર્ટે કહ્યું કે કોઈપણ આરોપી સામે નિર્ણય આપતા પહેલાં
જે કલમો લગાડવામાં આવી છે,તેના દરેક આવશ્યક તત્વો
અને તે તત્વો પુરાવાથી સાબિત થાય છે કે નહીં,
તે ચકાસવું જરૂરી છે. આથી કોર્ટે પ્રથમ કલમો નું અર્થઘટન કર્યું.
કોર્ટે જણાવ્યું કે કોઈ વ્યક્તિને કાવતરાના ગુનામાં દોષિત ઠેરવવા માટે માત્ર શંકા પૂરતી નથી.સરકાર પક્ષે સાબિત કરવું પડે કે
બે અથવા વધુ વ્યક્તિઓ વચ્ચે પૂર્વ સમજૂતી હતી.ગુનો કરવાની યોજના હતી.તે યોજના અમલમાં મૂકી હતી.
માત્ર ઓળખાણ અથવા મિત્રતા કાવતરું સાબિત કરતી નથી. અનેફક્ત બનાવટી દસ્તાવેજ મળવો પૂરતો નથી.
સરકાર પક્ષે સાબિત કરવું પડે કેદસ્તાવેજ કોણે બનાવ્યો?
કોના કહેવાથી બનાવ્યો?કોણે તેનો ઉપયોગ કર્યો?
આરોપીને ખબર હતી કે દસ્તાવેજ બનાવટી છે?
આ ચારેય બાબતો પુરાવાથી સાબિત થવી જરૂરી છે
કોર્ટે ભારતીય પુરાવા અધિનિયમનો ઉલ્લેખ કરીને કહ્યું કે
ગુનાને વાજબી શંકાથી પર સાબિત કરવાનો ભાર હંમેશા ફરિયાદપક્ષ પર રહે છે.આરોપીને પોતે નિર્દોષ હોવાનું સાબિત કરવાની ફરજ નથી. જો તપાસમાં ખામી હોય તો?
કોર્ટે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરીને કહ્યું:
તપાસમાં કોઈ ખામી રહી ગઈ હોય તો માત્ર તે કારણસર આરોપી નિર્દોષ થઈ જતો નથી.વધુમાં કોર્ટે કહ્યું કે સરકાર પક્ષે નીચેની બાબતો પુરવાર કરવી જરૂરી હતી: ઓળખપત્ર ખરેખર બનાવટી હતા. આરોપીઓએ જ બનાવ્યા.આરોપીઓએ તેનો ઉપયોગ કર્યો. આરોપીઓએ જાણીને ચૂંટણીમાં તેનો ઉપયોગ કરાવ્યો.આ પૈકી કોઈ એક બાબત પણ સાબિત ન થાય તો સંબંધિત કલમ લાગુ કરવામાં મુશ્કેલી પડે. કોર્ટે એમ પણ જણાવ્યું કે દરેક સાક્ષીની વિશ્વસનીયતા,સ્વાભાવિક વર્તન,
ઘટનાસ્થળ સાથેનો સંબંધ,અને ઉલટતપાસમાં થયેલા ખુલાસા
ધ્યાનમાં રાખીને જ પુરાવાનું મૂલ્યાંકન કરાયું છે.





