Jetpur: જેતપુર-નવાગઢમાં જૂના રાજકોટ રોડ, એન્ટ્રન્સ રોડ સઘન સ્વચ્છતા થકી બન્યા ચોખ્ખા-ચણાક પાલિકાના સ્વચ્છતા સૈનિકો દ્વારા થીમ બેઝ સફાઈ
તા.૨૯/૧૦/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot, Jetpur: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન તેમજ સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણી નિમિત્તે નિર્મળ ગુજરાત ૨.૦ અંતર્ગત હાલ, રાજકોટ ઝોનની વિવિધ નગરપાલિકાઓમાં સઘન સ્વચ્છતા ચાલી રહી છે. આ સાથે ‘સ્વભાવ સ્વચ્છતા તથા સંસ્કાર સ્વચ્છતા’ની થીમ સાથે વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે.
જેતપુર-નવાગઢમાં આજે સ્વચ્છતા સૈનિકો દ્વારા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત જૂના રાજકોટ રોડ તથા એન્ટ્રન્સ રોડ પર સઘન સ્વચ્છતા ઝુંબેશ યોજવામાં આવી હતી. આ રોડ તેમજ રોડની બંને બાજુઓને સઘન સફાઈ થકી ચોખ્ખા-ચણાક બનાવવામાં આવ્યા હતા. આ સાથે સ્વચ્છતા સૈનિકોએ નાગરિકોને પણ સ્વચ્છતા જાળવવા તથા સ્વચ્છતાના સંસ્કાર કેળવવા અપીલ કરી હતી. નોંધનીય છે કે, ભારત સરકારનું ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ આગામી ૩૧મી ઓક્ટોબર સુધી ચાલનાર છે.