હાલોલ નગરપાલિકા વિસ્તાર વધારવા ગ્રામ પંચાયતો નો સમાવેશ કરવા માટે ગ્રામજનો નો વિરોધ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩૧.૧૨.૨૦૨૪
નગરપાલિકાઓની આસપાસના વિસ્તારને પાલિકાના વિસ્તારમાં સમાવેશ કરવા હાલોલ તાલુકાની પ્રતાપપુરા અને ચંદ્રપુરા ગ્રામ પંચાયતને 30 મી નવેમ્બરના રોજ મળેલા હાલોલ નગરપાલિકાના પત્ર સંદર્ભે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી દ્વારા રાખવામાં આવેલી ખાસ ગ્રામસભા માં હાજર રહેલા ગામ લોકોએ બંને ગ્રામ પંચાયતોના વિસ્તારને નગરપાલિકાના વિસ્તારમાં સમાવવા માટે અસહમતી દર્શાવી છે.ગામલોકો ગ્રામપંચાયતના વહીવટ થી ખુશ છે,તેઓ નગરપાલિકા સાથે જોડાવવા ઇચ્છતા ન હોવાનું જણાવ્યું છે.ધારાસભ્યો અને પદાધિકારીઓ દ્વારા મુખ્યમંત્રીને કરવામાં આવેલી રજૂઆત અન્વયે સમીક્ષા બેઠકમાં મળેલી સૂચના મુજબ રાજ્યમાં વધી રહેલા શહેરીકરણના વ્યાપ ને જોતા નગરપાલિકા હદ વિસ્તારમાં વધારો કરવા પાલિકા વિસ્તારની આજુબાજુ આવેલી ગ્રામ પંચાયતોના વિસ્તારને પાલિકા વિસ્તારમાં સમાવવાના થતા હોવાથી ગ્રામ પંચાયત દ્વારા ગામ લોકોની સહમતી અંગેના ઠરાવની નકલો દરખાસ્ત તેમજ ચેક લિસ્ટ તૈયાર કરી મોકલવાના થતા હોવાથી વહીવટી તંત્ર દ્વારા હાલ ખાસ ગ્રામસભાઓ નું આયોજન કરવામાં આવી રહ્યું છે.હાલોલ નગરપાલિકા દ્વારા આ અંગે તાલુકાની પ્રતાપપુરા, ચંદ્રપુરા, રાધનપુર, માંડવી અને ટીંબી ગ્રામ પંચાયતો સહિત ગોપીપુરા ગ્રામ પંચાયતના નૂરપુરા અને રામપુરા રેવન્યુ વિલેજોને નગરપાલિકાના વિસ્તારમાં સમાવવા બાબતે 30 મી નવેમ્બર ના રોજ આ ગ્રામ પંચાયતો ના તલાટીઓને જાણ કરી ખાસ ગ્રામસભા નું આયોજન કરવા જણાવવામાં આવ્યું હતું જેમાં હાલોલ ની પ્રતાપપુરા અને ચંદ્રપુરા ગ્રામ પંચાયત માં રાખવામાં આવેલી આ ખાસ ગ્રામસભા માં મોટી સંખ્યામાં ગામલોકો હાજર રહ્યા હતા અને ગ્રામ પંચાયતના વિસ્તારને નગરપાલિકાના વિસ્તારમાં સમાવવા બાબતે તમામ લોકોએ અસમતી દર્શાવી છે.ત્યારે ચંદ્રપુરા માં રાખવામાં આવેલી ખાસ ગ્રામ સભામાં 150 જેટલા ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા તલાટી કમ મંત્રી અને વહીવટદાર દ્વારા નગરપાલિકામાંથી મળેલા પત્રને વંચાણે લીધો હતો અને ગ્રામ પંચાયતના વિસ્તારને નગરપાલિકાના વિસ્તારમાં સમાવવા બાબતે ગામ લોકોના અભિપ્રાય મેળવ્યા હતા, જ્યાં હાજર તમામ ગામલોકો એ અસહમતી દર્શાવી હતી. અને જણાવ્યું કે ગામ માં હાલ સ્વચ્છતા, પાણી, લાઈટ તમામ સુવિધાઓ મળે છે. 681 ની વસ્તી અને તેમાંય 325 જેટલા મતદારો ધરાવતી આ ગ્રામ પંચાયત એક ઔદ્યોગિક વિસ્તાર આવેલો છે, અહીં 400 જેટલા નાના મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે.ગામ માં સીસીટીવી, બેન્ક, એટીએમ સહિત ની સુવિધાઓ છે. ઔદ્યોગિક એકમો માંથી એમ્બ્યુલન્સ અને ફાયર જેવી ઇમરજન્સી સેવાઓ મળી રહે છે, એટલે ગામલોકો પોતાની ગ્રામ પંચાયતના વિસ્તારને હાલોલ નગરપાલિકા વિસ્તારમાં સમાવવા માટે આજે મળેલી ખાસ ગ્રામ સભામાં વિરોધ કર્યો હતો અને અસહમતી દર્શાવી હતી.ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને વહીવટદાર દ્વારા આ અંગે તમામ ગામ લોકોનો અભિપ્રાયના ઠરાવને સર્વાનુમતે મંજૂર કરી જરૂરી કાગળો કરવાની કામગીરી કરવામાં આવી હતી.