JUNAGADHKESHOD

ડોર ટુ ડોર કચરો એકત્ર કરતી -રીક્ષા દ્વારા ફેલાવાતી મતદાન જાગૃતિ

કેશોદના મોટી ઘસારી, અજાબ, ચર સહિતના ગામોમાં મતદાન જાગૃતિ માટે વહીવટી તંત્રના આગવા પ્રયાસ

જૂનાગઢ તા.૨   ડોર ટુ ડોર કચરો એકત્ર કરતી ઈ રીક્ષા નો મતદાન જાગૃતિ માટે આગવી રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગામડાઓમાં કચરો એકત્ર કરવા  માટે ઉપયોગમાં લેવાતી ઈ – રીક્ષા દ્વારા    તા.૭ મે એ અચૂક મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી બનવા માટે સંદેશ આપવામાં આવી રહ્યો છે.

     કેશોદના મોટી ઘસારી, અજાબ, ચર સહિતના ગામોમાં મતદાન જાગૃતિ અર્થે આ એ રીક્ષા ડોટ ટુ ડોર ફરી રહી છે. એક રેકોર્ડેડ સંદેશ દ્વારા લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.

    ઉપરાંત એનઆરએલએમનો સ્ટાફ, સખીમંડળની બહેનો દ્વારા પણ મતદાન જાગૃતિ માટે ડોર ટુ ડોર થઈ રહ્યા છે અને મતદાન કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!