MEHSANA CITY / TALUKO

મહેસાણા જિલ્લાના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં 09 ઓગષ્ટથીમેરી માટી મેરા દેશ- માટીને નમન વીરોને વંદન કાર્યક્રમ યોજાશે

મહેસાણા જિલ્લાના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં 09 ઓગષ્ટથીમેરી માટી મેરા દેશ- માટીને નમન વીરોને વંદન કાર્યક્રમ યોજાશે
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા જિલ્લાના તમામ ગ્રામ પંચાયતો અને પાલિકાઓમાં 09 ઓગષ્ટથી મેરી માટી મેરા દેશ- માટીને નમન વીરોને વંદન કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સ્તરેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કાર્યક્રમની રૂપરેખા સહિત તમામ વિગતોથી જિલ્લા અધિકારીઓને અવગત કર્યા હતા.અત્રે ઉલ્લેખનીય છેકે મહેસાણા જિલ્લાના સહિત તમામ જિલ્લાઓમાં કાર્યક્મ યોજાનાર છે.
મહેસાણા જિલ્લામાં આઝાદીના અમૃત મહોત્સવ અંતગર્ત ઓગષ્ટ માસ દરમિયાન 09 ઓગષ્ટથી યોજાનાર કાર્યક્રમમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ, દેશ માટે સર્વોચ્ચ બલિદાન કરનાર શહિદો સહિત રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી બનનાર વીરોને નમન-વંદન-સન્માન થનાર છે.
મહેસાણા જિલ્લામા તમામ પંચાયત કક્ષાએ યોજાનાર કાર્યક્રમમાં માટી યાત્રા યોજાનાર છે. આ માટી યાત્રામાં માટીના કળશ સાથે જિલ્લાના યુવાનો જોડાનાર છે. ગ્રામ્ય સ્તરે આ કાર્યક્રમ અમૃત સરોવર,ગ્રામ પંચાયત,જળાશયો, સ્કૂલો કે જ્યાં ગ્રામજનો વધુ ભેગા થતા હોય તેવા સ્થળોએ શીલાલેખ મુકવામાં આવશે. આ ઉપરાંત માટી કે દીવા સાથે પ્રતિજ્ઞા અને સેલ્ફી લેવામાં આવશે. અમૃત સરોવર કે અન્ય સ્થળોએ વસુધૈવ વંદન કાર્યક્રમ અતંર્ગત વૃક્ષારોપણ કરી અમૃત વાટીકા તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત વીરો કો વંદન કાર્યક્રમ અંતર્ગત ગ્રામ્ય સ્તર કે શહેરી સ્તરના વીરોને કુટુંબીજનોનું સન્માન તેમજ રાષ્ટ્રગાન કરવામાં આવશે.
મહેસાણા જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં મેરી માટી મેરા દેશ- માટીને નમન વીરોને વંદન કાર્યક્રમ અંતર્ગત રાજ્યકક્ષાથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહેસાણા જિલ્લા કલેકટર કચેરી ખાતે વિડીયો કોન્ફરન્સમાં જિલ્લા કલેકટર એમ નાગરાજન,જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ,જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી,નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક,નાયબ જિલ્લા વિકાસ અધિકારી,પ્રાન્ત અધિકારી સર્વેશ્રીઓ, મામલતદાર સર્વેશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારી સર્વેશ્રીઓ, સહિત જિલ્લાના અધિકારીઓ જોડાયા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!