NANDOD

એકતાનગરની મુલાકાતે આવનાર રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ નર્મદા આરતીમાં સહભાગી થશે

એકતાનગરની મુલાકાતે આવનાર રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ નર્મદા આરતીમાં સહભાગી થશે

 

નર્મદા જિલ્લા કલેકટર એસ.કે. મોદીએ ગુરૂકૂલ હેલીપેડ ખાતે સમીક્ષા બેઠક કરી રૂટનું નીરીક્ષણ કર્યું

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા વિશ્વના પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બની છે અને એકતાનગર ખાતે પ્રવાસનને આકર્ષિત કરવા વિવિધ પ્રકલ્પોનું નિર્માણ કરવામાં આવ્યું છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી લેશર શો અને નર્મદાઆરતી અહિં નુ પ્રાકૃતિક સૌંદર્ય  લીલીવનરાજી ગીરીકંદરા પ્રવાસીઓનું એક યાદગાર સંભારણું બની જાય છે સરદાર સરોવર ડેમ અને આસપાસનું પ્રાકૃતિક સૌંદર્ય નર્મદા નદીની રમણીયતા સૌંનુ મન મોહી લે છે.

  

ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની સૂચિત મુલાકાત આગામી તા. ૨૬-૨૭-૦૨/૨૦૨૫ના રોજ બે દિવસ એકતાનગરના આંગણે યોજાનાર છે જે સંદર્ભમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમના આગમનને લઈને પ્રોટોકોલ મુજબની વ્યવસ્થા સુનિશ્વિત કરવા જિલ્લા કલેકટર એસ.કે.મોદીએ જણાવ્યું છે તેમની આગેવાનીમાં તા. ૨૨/૨/૨૦૨૫ના રોજ સાંજે ૪-૦૦ કલાકે ગુરૂકુલ હેલીપેડ ખાતે જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને હેલીપેડથી સમગ્ર કાર્યક્રમના રૂટનું નિરીક્ષણ કરી જરૂરી વ્યવસ્થા સુનિશ્વિત કરવા મહત્વના સૂચનો કર્યા હતા અને તેમણે વ્યુઈંગ ગેલેરી, પ્રદર્શીનીકક્ષ લેશરશો, નર્મદા આરતી ગોરા ઘાટ, સ્કીલ ટ્રેનિંગ સેન્ટર વાગડીયા તેમજ અન્ય પ્રકલ્પોની મુલાકાત લેનાર છે તે સ્થળોની પણ સમીક્ષા ચર્ચા કરવામાં આવી હતી.

એકતાનગર ખાતે રાષ્ટ્રપતિના આગમન સાથે જે વી.આઈ.પી મહાનુભાવો આવે છે તેમની પણ પ્રોટોકોલ મુજબની કામગીરી કરવા જણાવ્યું હતું અને સમગ્ર કાર્યક્રમ સફળ રીતે પાર પડે તેવી સૂચના આપી હતી અને એક ટીમવર્ક તરીકે સુંદર કામગીરી કરીને આ મુલાકાત એક યાદગાર બની રહે તેવી સૌએ ભૂમિકા અદા કરવાની છે માનનીય રાષ્ટ્રપતિના આગમનથી લઈને રવાના થાય ત્યાં સુધીની ચીવટ પૂર્વકની કામગીરી કરવા અપિલ કરી હતી.

Back to top button
error: Content is protected !!