GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના બેલા ગામે શ્રીરામ કારખાના ગેટ બહારથી બાઈક ચોરી

 

MORBI:મોરબીના બેલા ગામે શ્રીરામ કારખાના ગેટ બહારથી બાઈક ચોરી

 

 

મોરબી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં બાઇક ચોરીના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે ત્યારે મોરબીના બેલા ગામની સીમમાં આવેલ સીસમ રોડ ઉપર આવેલા શ્રીરામ પેકેજીંગ કારખાનાના ગેટ બહારથી કોઈ અજાણ્યો ચોર ઈસમ યુવકનું બાઈક ચોરી કરી લઇ ગયો હોવાની મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ પર આવેલ નવરંગ પાર્કમાં શીવ એપાર્ટમેન્ટ બ્લોક નં -૨૦૨મા રહેતા પ્રતીકભાઈ મનહરભાઈ ફેફર (ઉ.વ.૨૯) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબીના બેલા ગામની સીમમાં આવેલ સીસમ રોડ ઉપર આવેલા શ્રીરામ પેકેજીંગ કારખાનાના ગેટ બહારથી ફરીયાદીનુ હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -જીજે-૦૩-ડી.કે -૦૨૧૯ જેની કિંમત રૂપિયા ૧૫૦૦૦ વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!