NATIONAL

મહારાષ્ટ્રમાં 58 ટકા અને ઝારખંડમાં 68 ટકા સરેરાશ વોટિંગ

મહારાષ્ટ્રમાં 20 નવેમ્બર, 2024 ના રોજ વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. આજે સવારે 7 વાગ્યાથી બંને રાજ્યોના મતદાન મથકો પર મતદાન થયું હતું. મહારાષ્ટ્રના અનેક દિગ્ગજ નેતાઓ જેમ કે શરદ પવાર, મુખ્યમંત્રી એકનાથ શિંદે, ઉદ્ધવ ઠાકરે, અજિત પવાર અને દેવેન્દ્ર ફડણવીસનું ભાવિ EVMમાં કેદ થયું છે. જણાવી દઈએ કે, મહારાષ્ટ્રની તમામ 288 બેઠકો પર અને ઝારખંડમાં 38 બેઠકો (બીજો તબક્કો) પર મતદાન થયું. આ સિવાય ચાર રાજ્યોની 15 બેઠકો પર પેટાચૂંટણી પણ યોજાઈ. આ ચૂંટણીઓનું પરિણામ 23મીએ જાહેર કરાશે. ઝારખંડમાં સત્તાધારી ઈન્ડિયા બ્લોક અને NDA વચ્ચે મુકાબલો છે, જ્યારે મહારાષ્ટ્રમાં મહાયુતિ અને મહાવિકાસ અઘાડી વચ્ચે જંગ છે.

મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણી માટે થયેલા સરેરાશ મતદાનના આંકડા સામે આવ્યા છે. જેમાં મહારાષ્ટ્રમાં 58.43 ટકા અને ઝારખંડમાં (બીજો તબક્કો) 67.76 ટકા મતદાન થયું છે.

Back to top button
error: Content is protected !!