એક્સપ્રેસ વે પર શારીરિક સંબંધ બનાવતા જોવા મળ્યા ભાજપ નેતા
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર એક મહિલા સાથે અફેર રાખવાના આરોપી નેતા વિરુદ્ધ પોલીસે કેસ નોંધ્યો છે. મધ્યપ્રદેશના ઇન્દોરનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે આ કાર્યવાહી કરી છે. આરોપી મનોહરલાલ ધાકડ ભાજપ નેતા હોવાનું કહેવાય છે. જોકે, ભાજપનું કહેવું છે કે વીડિયોમાં દેખાતો વ્યક્તિ પાર્ટીનો પ્રાથમિક સભ્ય નથી. આરોપીની પત્ની ભાજપ સમર્થિત જિલ્લા પંચાયત સભ્ય છે.
આ ઘટના સંબંધિત સીસીટીવી વીડિયો વાયરલ થયો છે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર એક કાર રસ્તાની સાઈડમાં ઉભી રહે છે. તેની બાજુમાંથી એક વાહન પસાર થાય છે. એ પછી કારમાંથી એક પુરુષ અને નગ્ન અવસ્થામાં સ્ત્રી કારમાંથી ઉતરે છે અને રસ્તા ઉપર જ શારીરિક સંબંધો બાંધવાનું શરૂ કરે છે. કારનો નંબર પણ સ્પષ્ટ દેખાય છે. કારનો નંબર MP14 CC 4782 છે. ટ્રાન્સપોર્ટ વિભાગના રેકોર્ડ મુજબ આ વાહન મનોહરલાલ ધાકડના નામે નોંધાયેલ છે.
એક્સપ્રેસ વે પર સીસીટીવીમાં આ ઘટના કેદ થઈ તેમાં તારીખ અને સમય ૧૩ મે ૨૦૨૫, રાત્રે ૮:૨૬ વાગ્યાનો દર્શાવે છે. એફઆઈઆરમાં લખવામાં આવ્યું છે કે આરોપીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે રસ્તાની વચ્ચે મારુતિ કાર પાર્ક કરતો, રસ્તા પર ઉતરતો અને 8-લેન દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર એક મહિલા સાથે અશ્લીલ હરકતો કરતો જોવા મળે છે.
મનોહરલાલ ધાકડ ઉજ્જૈનમાં નોંધાયેલ ધાકડ મહાસભાના રાષ્ટ્રીય મંત્રી પણ છે. મહાસભાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ધાકડને પદ પરથી દૂર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર ધાકડને ભાજપના નેતા તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે.
આ અંગે રાજ્યના શાસક પક્ષના મંદસૌર જિલ્લા પ્રમુખ રાજેશ દીક્ષિતે કહ્યું, “ધાકડ ભાજપનો પ્રાથમિક સભ્ય નથી. તેમણે કહ્યું, “ધાકડના પત્ની સોહનબાઈ જિલ્લા પંચાયતના સભ્ય છે. ધાકડ ઓનલાઈન માધ્યમથી પાર્ટીનો સભ્ય બન્યો છે કે નહીં તે જાણી શકાયું નથી.
ભાનપુરા પોલીસે આરોપી ભાજપ નેતા મનોહર લાલ ધાકડ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 296, 285, 3(5) અને ભારતીય દંડ સંહિતાની કલમ 294, 283, 34 હેઠળ કેસ નોંધ્યો છે. એવો આરોપ છે કે આરોપી મનોહરલાલ ધાકડે વ્યસ્ત દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર જાહેરમાં એક મહિલા સાથે શારીરિક સંબંધ બનાવ્યા હતા.