SAYLA

સાયલાના ધજાળા ગામે ખેતીવાડી વીજ પુરવઠો પૂરતો ન મળતા ખેડૂતોને હાલાકી

સાયલાના ધાંધલપુર ફીડરના ધજાળા વાડી વિસ્તારમાં ખેતીવાડી વીજ પાવર નિયમિત ન આવતા ખેડૂતો પરેશાન.હાલ ઉનાળાની શરૂઆત થતા જ સાયલા ના પી જી વી સી એલ ના પેટા ફીડર ધાંધલપુર ફીડરના ધજાળા વાડી વિસ્તારનો વીજ પાવર અનિયમિત આવતા વાડી વિસ્તરોમાં રહેતા ખેડૂતોના પશુઓ તરસ્યા રહેતા ખેડૂતો હેરાન પરેશાન જોવા મળ્યા .ધજાળાના ખેડૂતે  ઝાલાવાડ ની વાત ગુજરાતી સમાચારપત્ર ને જણાવ્યું કે ધજાળા વાડી વિસ્તારનો ૩ફેજ વીજ પાવરનો તા.૦૫/૦૩ થી તા ૧૧/૦૩ નો  નિયત સમય ૪:૩૦ થી ૧૨:૩૦ કલાક સુધીનો સમય હતો જે સપ્તાહ દરમિયાનમાં પૂરતો વીજ પાવર આપવામાં આવ્યો ન હોવાથી ખેડૂતો પરેશાન જોવા મળ્યા હતા વધુ ખેડૂતો એ જણાવ્યું કે ધાંધલપુર ફીડરનો હેલ્પલાઇન નંબર રિસીવ થતો નથી તેમજ હેલ્પર અને સાયલા પીજીવીસીએલ ના ઈજનેર કોલ રિસીવ કરતા નથી.જેથી જાગૃત ખેડૂત દ્વારા પીજીવીસીએલના હેલ્પલાઇન નંબર પર કંમ્પ્લેઇન કરવા મજબૂર બન્યા હતા આગામી સમયમાં ૩ફેજ વીજ પાવર નિયત સમયે નહિ આપવામાં આવે  તો ખેડૂતો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે .

અહેવાલ. જેસીંગભાઇ સારોલા

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!