દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં વરસાદની ગતિવિધિઓ વધવાની સંભાવના છે.
દિલ્હીમાં વીજળીના ચમકારા સાથે ભારે વરસાદની સંભાવના છે. સાથે જ, રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. જોકે 12 ઓગસ્ટે હવામાન સ્વચ્છ રહેશે. ત્યાર બાદ 15 ઓગસ્ટ સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.
ઉત્તર પ્રદેશમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે. IMD અનુસાર, 11થી 13 ઓગસ્ટ દરમિયાન હળવો વરસાદ પડશે. ઉત્તરાખંડમાં ગયા મહિને પણ ઘણો વરસાદ પડ્યો હતો, જેના કારણે પહાડી વિસ્તારોમાં રહેતા લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યમાં નદીઓના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે પૂર જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
બિહાર અને ઝારખંડમાં પણ આવતા કેટલાક દિવસો સુધી વરસાદના અણસાર છે. તદ્દપરાંત ગુજરાત, વિદર્ભ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, પંજાબ, જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં હળવા વરસાદની શક્યતા છે. બંગાળ, ઓડિશા, કોંકણ, ગોવા, કર્ણાટક, આંદામાન અને નિકોબાર દ્વીપ સમૂહ અને લક્ષ્યદ્વીપમાં હળવાથી મધ્યમ વરસાદના અણસાર છે.
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.