MEHSANAVIJAPUR

મહેસાણા આરોગ્ય વિભાગ દ્વારા COTPA act 2003 અંતર્ગત ઝુંબેશ હાથ ધરાઇ

મહેસાણા આરોગ્ય વિભાગ દ્વારા COTPA act 2003 અંતર્ગત ઝુંબેશ હાથ ધરાઇ તમાકુની બનાવટ વહેંચતા સ્થળો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરી દુકાન ધારકો પાસેથી દંડ વસુલ કરાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રી એમ નાગરાજન અને જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મહેશ કાપડીયાના નેતૃત્વ હેઠળ મહેસાણા જિલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે ટાસ્ક ફોર્સ સેલ કામગીરી કરી રહ્યું છે.તમાકુ વિરોધી કાયદો “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ” (કોટપા-૨૦૦૩)નું સઘન અમલીકરણ થાય તે હેતુથી શાળા પાસે ટાસ્ક ફોર્સ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ/રેડ ની કામગીરી કરવામાં આવી હતી. જિલ્લા આરોગ્યતંત્ર COTPA act 2003 અંતર્ગત ઝુબેંશ હાથ ધરી છે. The Cigarettes and Other Tobacco Products Act, 2003 or COTPA, 2003 અંતર્ગત 19 મે ના રોજ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત મહેસાણાના જિલ્લા ટોબેકો સેલ અને અર્બન હેલ્થ સેન્ટર નાગલપુર ના સંયુક્ત ઉપક્રમે ડ્રાઇવ કરી હતી
આરોગ્ય વિભાગે સ્થાનિક પોલીસ વિભાગ ને સાથે રાખી ને COTPA act 2003 અંતર્ગત મોઢેરા રોડ પરની કાવેરી ડેર સ્કૂલ અને સરસ્વતી સ્કૂલ ના 100 મીટર ત્રિજ્યા ના વિસ્તાર ની દુકાનો માં કલમ નં 4 અને 6 અ અને બ મુજબ 8 દુકાનદારો પાસેથી કુલ 1450 રૂ. દંડ વસુલ કરવામાં આવ્યો છે એપેડેમિક મેડિકલ ઓફિસર ડો વિનોદ પટેલ સહિત આરોગ્ય અધિકારીઓ,કર્મચારીઓ,પોલીસ સ્ટાફ દ્વારા આ કામગીરી ખુબ જ ચોકસાઈ પૂર્વક કરવામાં આવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!