NATIONAL

ઈલેક્ટ્રિક વાહનો માટેની નવી પોલિસી જાહેર, ભારતમાં ટેસ્લાની એન્ટ્રીનો માર્ગ મોકળો

ભારત સરકારે આજે નવી ઈલેક્ટ્રીક વાહન પોલિસી જાહેર કરી છે. ટેસ્લા સહિત વિશ્વભરની ઈલેક્ટ્રીક વાહન બનાવતી કંપનીઓ આ પોલિસીની રાહ જોઈ રહી હતી, પરિણામે તેમાં સૌથી વધુ વિદેશી રોકાણ પર ધ્યાન અપાયું છે. આ ઉપરાંત નવી પોલિસી હેઠળ વિદેશી કંપનીઓના પ્રવેશ બાદ ઈવી ટેકનોલોજી પ્રોડક્શન ક્ષેત્રે ભારતનો હરણફાળ વિકાસ થશે.

નવી પોલિસીમાં ઈલેક્ટ્રીક વ્હીકલ યોજનાનો ઉલ્લેખ કરાયો છે, જેમાં ટેક્સમાં રાહત પણ અપાશે. નવી પોલિસી મુજબ કંપની જો કોઈપણ કંપની 50 કરોડ ડૉલરથી વધુ રોકાણ કરશે અને ત્રણ વર્ષની અંદર ભારતમાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપશે, તો તે કંપનીઓને ઈમ્પોર્ટ ટેક્સમાં રાહત અપાશે. આ યોજનાથી ઈવી બનાવતી ટેસ્લા સહિત વિશ્વભરની કંપનીઓને ભારત લાવવાનો પ્રયાસ કરાશે. પોલિસી મુજબ વિદેશી કંપનીઓએ તેમાં ઓછામાં ઓછું 4150 કરોડ રૂપિયાનું રોકાણ કરવું પડશે.

સરકારના સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે, ઈ-વ્હીકલ સેગમેન્ટમાં ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ કંપનીઓને ભારતમાં લાવવાનો પ્રયાસ કરાશે. આ ઉપરાંત ઈવી સેગમેન્ટની એડવાન્સ ટેકનોલોજી પણ ભારતમાં આવશે.

નવી પોલિસીના નિયમ મુજબ, ભારતમાં પ્લાન્ટ સ્થાપવા ઈચ્છુક કંપનીઓએ ભારતમાં જ બનેલા પાર્ટ્સનો ત્રણ વર્ષ સુધી અને 50 ટકા પાર્ટ્સનો પાંચ વર્ષ સુધી ઉપયોગ કરવાનો રહેશે. જો કોઈ કંપની ભારતમાં બનાવેલ પ્લાન્ટમાં 35 લાખ ડૉલર અને તેનાથી વધુ કિંમતની કારો એસેમ્બલ કરશે તો તેણે પાંચ વર્ષ સુધી માત્ર 15 ટકા કસ્ટમ્સ ડ્યુટી ચુકવવી પડશે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!