NATIONAL

બ્રહ્માકુમારી દ્વારા સનાતની દિવ્ય સંસ્કૃતિ ના પ્રચાર સાથે અનેક દેશોમાં કાર્યક્રમો યોજાયા

કેન્યા, લંડન, આફ્રિકા તથા નેપાળ માં યોજાયેલ અનેક વૈશ્વિક કાર્યક્રમો માં બ્રહ્મકુમારીઝ સહભાગી બની

સંયુક્ત રાષ્ટ્રસંઘ જલવાયું કોપ – ૨૯ માં વીશાળ પ્રદર્શન સાથે કોન્ફ્રાન્સ યોજી
આબુ – ડીસા તા. ૧૯/૧૧/૨૪
વૈશ્વિક અધ્યાત્મ સંસ્થા બ્રહ્મકુમારીઝ દ્વારા નિયમિત ૧૨૦ દેશોમાં ભારતીય સનાતન સંસ્ક્રુતિ – રાજયોગ – ઈશ્વરિયજ્ઞાનના અનેક કાર્યક્રમો દ્વારા માનવ સમાજ ને શાંતિ – સદભાવના – સદાચાર નો સંદેશ આપવામાં આવી રહેલ છે ત્યારે દેશ માટે ગૌરવ સમાન ભારતની નારી શક્તિ એ અનેક દેશોમાં યોજાયેલ વૈશ્વિક સ્તર ના કાર્યક્રમો માં ભાગ ભારત નું નામ વિશ્વગુરુ બનાવવા વિશેષ યોગદાન આપેલ છે.
બ્રહ્મકુમારીઝ મીડિયા ના શશિકાન્ત ત્રિવેદી ના જણાવ્યાનુસાર અજરબૈજાન ના બાકૂ શહેર માં યોજાયેલ સંયુક્તરાષ્ટ્ર સંઘ કોપ – ૨૯ વૈશ્વિક જલવાયું સંમેલન માં ભાગ લઈ વિશાળ પ્રદર્શન યોજી દયા કરુણા પ્રકૃતિ પૂજન અને સકારાત્મક વિચારો દ્વારા પ્રકૃતિ ના પાંચ તત્વો ની સેવા કરવા લંડન સેન્ટર ડાયરેક્ટર બ્રહ્માકુમારી મોરીના એ જણાવેલ આ મહા સંમેલન માં વિશ્વભરના પર્યાવરણ રક્ષક ભાગ લઈ રહેલ છે જેમાં બ્રહ્મકુમારીઝ ના વિવિધ દેશો ના ૧૮ પ્રતિનિધિઓ ભાગ લઈ રહેલ છે
કેન્યા દેશના રાષ્ટ્રપતિ વિલિયર રૂટોની હાજરી માં યોજાયેલ ભારતીય પર્વ દિપોત્સવ સમારંભમાં બ્રહ્માકુમારી હંસા બહેને આત્મ દિપક અધ્યાત્મ શક્તિ વિષયે ભારત ને વિશ્વગુરુ બનાવવા દેશ ની મહિમા કરેલ.
લંડન ના વેમ્બલી ફૂટબોલ સ્ટેડિયમમાં આયોજિત ભવ્ય સમારંભ માં વિશ્વના નામાંકિત ફૂટબોલ ખેલાડીઓ ને બ્રહ્માકુમારી જેમની બહેને મનની એકાગ્રતા માટે ભારતીય પ્રાચીન રાજયોગ ના અભ્યાસ કરાવી સર્વને સનાતની સંસ્ક્રુતિ નો અનુભવ કરાવેલ.
નેપાળ ના નગરકોટ માં બ્રહ્મકુમારીઝ દ્વારા વિશાળ જગ્યા માં બનેલ જ્ઞાન સરોવર અધ્યાત્મ નગરીનું ઉદ્ધાટન કરતા રાષ્ટ્રપતિ રામચંદ્ર પોડેલજીએ સંસ્થા ના સદભાવ – શાંતિ અને માનવીય મૂલ્યોના કાર્ય ને બિરદાવી ઉપસ્થિત હજારોની સંખ્યામાં માનવમેદની ને રાજયોગા ઈશ્વરીય જ્ઞાન દ્વારા દિવ્યા સંસ્ક્રુતિ ને પોતાનામાં ધારણ કરવા અનુરોધ કારેલ સંસ્થાના રાજદીદી – મૃત્યુંજયભાઈ તથા નેપાળના અનેક વરિષ્ટ પદાધિકારીઓ એ પોતાની શુભ ભાવના પ્રગટ કરેલ.

Back to top button
error: Content is protected !!