ગોધરા SRP ગ્રાઉન્ડ ખાતે પોલીસ ભરતી ના બીજા દિવસે ભવિષ્યના સપના પુરા કરવા કડકડતી ઠંડીમાં પણ પોલીસ બનવા ઉમેદવારો દોડ્યા.

ગોધરા
નિલેશભાઈ દરજી ગોધરા
રાજ્યભરમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા નવી ભરતી માટે શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લાના ગોધરાના SRP ગ્રુપ 5ના પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર ગઈકાલથી બિનહથિયારધારી PSI અને લોકરક્ષક ભરતી માટે શારીરિક કસોટીનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે આજે બીજા દિવસે અલગ અલગ જિલ્લામાંથી 700માંથી અંદાજે 450 ઉમેદવારોએ શારીરિક કસોટી આપી હતી. શિયાળાની કડકડતી ઠંડીમાં પણ દાહોદ, છોટાઉદેપુર અને અરવલ્લી જિલ્લાના ઉમેદવારોએ વહેલી સવારથી પોતાના ભવિષ્યના સપના પુરા કરવા ઉમેદવારો આવી પહોંચ્યા હતા. તેને શાંતિપુર્ણ માહોલમા દોડની પરિક્ષા પૂર્ણ કરી હતી.
ઉમેદવારો પ્રેક્ટીકલ ભરતીમાં પંસદગી થતા તેઓના ચહેરા પર ખુશી જોવા મળતી હતી. પંચમહાલ પોલીસ વિભાગ દ્વારા પોલીસ ભરતીની શારિરીક ક્ષમતા કસોટી શાંતિપુણ માહોલમા થઈ શકે તે માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામા આવી હતી. શારિરીક કસોટીમા પાસ થયેલા ઉમેદવારોમા ખુશીની લાગણી જોવા મળતી હતી. દાહોદ, છોટાઉદેપુર અને અરવલ્લી જિલ્લામાંથી આવેલા ઉમેદવારએ જણાવ્યું હતું. હું પીએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલની શારિરીક કસોટી આપવા આવ્યો હતો. અહીં ગ્રાઉન્ડમાં સારી સગવડ છે. દોડવાની પણ મજા આવી હતી, 21થી 24 મીનીટમા મોટાભાગના ઉમેદવારોએ ગ્રાઉન્ડ પાસ કરી દીધું હતું.





