NATIONAL

દેશના 51મા ચીફ જસ્ટિસ બનશે જસ્ટિસ બી.આર.ગવઇ

ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ બુધવારે (16એપ્રિલ2025) કેન્દ્રીય કાયદા મંત્રાલયને જસ્ટિસ બીઆર ગવઈને આગામી સીજેઆઈ તરીકે Chief Justice of India નિયુક્ત કરવાની ભલામણ કરી હતી. તેઓ 14 મે, 2025 ના રોજ દેશના ૫૨મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેશે. વર્તમાન CJI સંજીવ ખન્ના 13મે ના રોજ નિવૃત્ત થશે.બીઆર ગવઈ અનુસૂચિત જાતિમાંથી આવનારા બીજા મુખ્ય ન્યાયાધીશ હશે,તેમના પહેલા CJI કેજી બાલકૃષ્ણન પણ અનુસૂચિત જાતિમાંથી હતા.

જસ્ટિસ બીઆર ગવઈ પદ સંભાળ્યા પછી 6 મહિના માટે સીજેઆઈ રહેશે અને નવેમ્બર 2025 માં નિવૃત્ત થશે. જસ્ટિસ બીઆર ગવઈ મહારાષ્ટ્રના અમરાવતીના રહેવાસી છે. તેમણે ૧૯૮૫માં વકીલ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. તે સમયે, તેઓ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ એડવોકેટ જનરલ અને બાદમાં મહારાષ્ટ્ર હાઈકોર્ટના ન્યાયાધીશ બેરિસ્ટર રાજા ભોંસલે સાથે કામ કરતા હતા. બીઆર ગવઈએ ૧૯૮૭ થી ૧૯૯૦ સુધી બોમ્બે હાઈકોર્ટમાં વકીલાત કરી.

 

Back to top button
error: Content is protected !!