કાર્યપાલિકા ક્યારેય જજ, જ્યુરી અને જલ્લાદ બની શકતી નથી. : CJI ગવઈ
CJI બીઆર ગવઈએ કહ્યું કે, સરકાર ક્યારેય ન્યાયતંત્રનું સ્થાન લઈ શકે નહીં. આ અઠવાડિયાની શરૂઆતમાં ભારતમાં સરકારી અધિકારીઓ દ્વારા ખાનગી મિલકતોના Retributive Demolition સામે સુપ્રીમ કોર્ટના ચુકાદા પર પ્રકાશ પાડતા, CJIએ કહ્યું કે, કાર્યપાલિકા (સરકાર) ક્યારેય જજ, જ્યુરી અને જલ્લાદ બની શકતી નથી.
CJI બીઆર ગવઈએ કહ્યું કે, હાલમાં રાજ્ય સત્તાવાળાઓ દ્વારા આરોપીઓના ઘરો અને મિલકતોને સજા તરીકે તોડી પાડવાના નિર્ણયોની કોર્ટે તપાસ કરી. જેમાં જાણવા મળ્યું કે કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવે તે પહેલાં દંડના રૂપમાં મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. કોર્ટે માન્યું કે, આવા મનસ્વી વિધ્વંસ કાનૂની પ્રક્રિયાઓને અવરોધે છે. કાયદાના શાસન અને કલમ 21 હેઠળ આશ્રયના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરે છે. કાર્યપાલિકા ( સરકાર) એક સાથે જજ, જ્યુરી અને જલ્લાદ બની શકતા નથી.
CJIએ કહ્યું કે સર્વોચ્ચ અદાલતના ચુકાદાએ પુષ્ટિ આપી છે કે બંધારણીય ગેરંટીઓ માત્ર નાગરિક સ્વતંત્રતાઓ જ નહીં પરંતુ દરેક વ્યક્તિ, ખાસ કરીને નબળા લોકોની ગરિમા, સુરક્ષા અને ભૌતિક સુખાકારીનું પણ રક્ષણ કરે છે.
CJI એ કહ્યું કે સર્વોચ્ચ અદાલતના ચુકાદાએ પુષ્ટિ આપી છે કે, બંધારણીય ગેરંટીઓ ફક્ત નાગરિક સ્વતંત્રતાઓનું જ રક્ષણ કરતી નથી, પરંતુ દરેક વ્યક્તિ, ખાસ કરીને નબળા લોકોની ગરિમા, સુરક્ષા અને ભૌતિક સુખાકારીનું પણ રક્ષણ કરે છે. ગત વર્ષે ચુકાદો આપનાર બેન્ચના વડા ન્યાયાધીશ ગવઈ 18 જૂનના રોજ મિલાન અપીલ કોર્ટમાં “દેશમાં સામાજિક-આર્થિક ન્યાય પ્રદાન કરવામાં બંધારણની ભૂમિકા: ભારતીય બંધારણના 75 વર્ષનો વિચાર” વિષય પર બોલી રહ્યા હતા.
CJI ગવઈએ કહ્યું કે છેલ્લા 75 વર્ષમાં ભારત દ્વારા પ્રાપ્ત સામાજિક-આર્થિક ન્યાયે ભારતીય બંધારણના ટીકાકારોને ખોટા સાબિત કર્યા છે. તેમણે બંધારણીય લક્ષ્યોને મજબૂત બનાવવામાં ન્યાયતંત્ર દ્વારા ભજવવામાં આવેલી ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.



