NATIONAL

સગીર દીકરીને દારૂ પીવડાવી માતાએ પોતાના જ બોયફ્રેન્ડ અને તેના મિત્ર દ્વારા સામૂહિક દુષ્કર્મ કરાવ્યું

હરિદ્વારમાં ભાજપની મહિલા કાર્યકરની ગઈકાલે સ્થાનિક પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેમના પર પોતાની જ સગીર દીકરી પર પોતાના જ બોયફ્રેન્ડ અને તેના મિત્ર દ્વારા સામૂહિક દુષ્કર્મ કરાવ્યું હોવાનો આરોપ છે. પોલીસે એક વર્ષ પહેલાં હરિદ્વારમાં મહિલા મોરચો સંભાળનારી આ મહિલા કાર્યકર ઉપરાંત તેના બોયફ્રેન્ડ (ઉ.વ.33)ની ધરપકડ કરી છે.

થોડા મહિના પહેલાં પતિ સાથે ઝઘડો થતાં મહિલા એકલી રહેતી હતી. ત્યારે તેમણે પોતાની સગીર દીકરીને દારૂ પીવડાવીને પોતાના જ બોયફ્રેન્ડ અને મિત્રને  સોંપી દીધી હતી. તેમણે સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. તેઓએ પીડિતાને આગ્રા, વૃંદાવન લઈ જઈ તેની જ માતા સામે આઠ વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. બાદમાં બાળકીને મોઢું ન ખોલવા માટે ધમકી આપવામાં આવી હતી કે, જો તે આ અંગે કોઈને પણ વાત કરશે તો  તેના પિતાને જાનથી મારી નાખીશું.

ઘટનાને મહિનાઓ વીતિ ગયા બાદ પીડિતાએ પોતાના પિતાને આ અંગે જણાવ્યું હતું. મંગળવારે પિતાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પોતાની પત્ની, તેના બોયફ્રેન્ડ અને તેના સાથીદાર વિરૂદ્ધ સગીરા પર સામૂહિક દુષ્કર્મ કરવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી ત્રણેયની ધરપકડ કરી હતી.

હરિદ્વાર એસએસપી પરમેન્દ્રસિંહ ડોબલે જણાવ્યું કે, ફરિયાદ નોંધાયા બાદ બાળકીની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. જેમાં સામૂહિક દુષ્કર્મ થયુ હોવાની ખાતરી થતાં મહિલા, તેના બોયફ્રેન્ડની ધરપકડ કરવામાં આવી હતી. બાળકીની માતાએ જ સગીરાને શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. બાળકીનું નિવેદન મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધવામાં આવ્યું છે.  પોલીસે તેના બોયફ્રેન્ડના સાથીદાર (ઉ.વ.30)ની ધરપકડ માટે તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!