
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા- ૧૧ ઓક્ટોબર : અદાણી ફાઉન્ડેશન અને અદાણી સોલાર પ્લાન્ટ ના સંયુક્ત પ્રયાસથી સોલાર પ્લાન્ટના કેમ્પસ માં રાસ ઉત્સવનો ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાસ ગરબાની સાથે સુંદર વસ્ત્ર પરિધાનની પણ હરીફાઈ રાખવામાં આવી હતી. ખાસ જે મહિલાઑ પ્લાન્ટ માં કામ કરે છે તેઓ માટે આ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૫૦ થી વધારે બહેનો એ ભાગ લીધો હતો. કામની સાથે ઘર જેવુ માહોલ મળે અને કોઈ પણ તહેવારોની ઉજવણી ઘર ની સાથે પોતાના કાર્યક્ષેત્ર માં સમગ્ર સ્ટાફ સાથે કરે એ ઉદેશ થી આ આયોજન કરવામાં આવ્યું હતું. ભાગ લેનાર બહેનો ના મંતવ્ય મુજબ પોતાના ઘરે જ ઉત્સવ ઉજવણી થતી હોય એવું લાગ્યું.આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે સોલાર પાવર પ્લાન્ટના હેડ શ્રી વિજય સક્સેના તેમજ અદાણી ફાઉન્ડેશનના ગુજરાત હેડ શ્રીમતી પંકતીબેન શાહ ના માર્ગદર્શન હેઠળ તેમજ ટીમના સહયોગ થી ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું. વસ્ત્ર પરિધાન માં પ્રથમ દસ તેમજ ગરબા હરીફાઈ માં સારું રમનાર પ્રથમ દસ બહેનો ને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા






