દેડિયાપાડાના થાણા ફળિયામાં લગન ના દિવસેજ આગ ભભૂકી ,લાખો રૂપિયા સાથે ઘરવખરી આગમાં બળીને રાખ,

દેડિયાપાડાના થાણા ફળિયામાં લગન ના દિવસેજ આગ ભભૂકી ,લાખો રૂપિયા સાથે ઘરવખરી આગમાં બળીને રાખ,

hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 5176;
AI_Scene: (-1, -1);
aec_lux: 19.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 37;
વાતાસલ્યમ સમાચાર
જેસિંગ વસાવા : સાગબારા
ડેડીયાપાડા નગરમાં થાણા ફળિયામાં આગની દુઃખદ ઘટના સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ 17/05/2026 ના રોજ રાત્રિના સમયે થાણા ફળિયામાં રહેતા મનીષભાઈ ભારજીભાઈ વસાવાના ઘરે લગ્નનો પ્રસંગ ચાલી રહ્યો હતો. પરિવાર અને સગાસંબંધીઓ ખુશીના માહોલમાં લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતા ત્યારે રાત્રે આશરે 3:30 વાગ્યાના સમયે અચાનક કોઈ કારણોસર ભયંકર આગ લાગી હતી.
આગ લાગતા જ લગ્ન પ્રસંગમાં દોડધામ મચી ગઈ હતી અને લોકો આગ પર કાબૂ મેળવવા માટે દોડી આવ્યા હતા. જોકે આગ એટલી વિકરાળ હતી કે સમગ્ર ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. લગ્ન પ્રસંગ માટે રાખવામાં આવેલા સોના-ચાંદીના ઘરેણાં, કપડાં તેમજ અન્ય કિંમતી સામાન પણ આગમાં સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગયો હતો.
આ દુર્ઘટનાને કારણે ખુશીના પ્રસંગ વચ્ચે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો અને મનીષભાઈના ઘરે ખુશીના માહોલની જગ્યાએ ગમનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં પણ ભારે દુઃખની લાગણી જોવા મળી રહી છે
ડેડીયાપાડા તેમજ આજુબાજુના વિસ્તારમાં આવી આગ લાગવાની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. ગ્રામજનો તેમજ આજુબાજુ વિસ્તારના લોકોનું કહેવું છે કે જો ડેડીયાપાડા વિસ્તારમાં ફાયર બ્રિગેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તો આવી આગની ઘટનાઓમાં સમયસર પોહચી શકે અને આગને કાબુ લઈ શકાઈ અને લોકોના જાનમાલનું મોટું નુકસાન અટકાવી શકાય. હાલમાં આગ લાગવાની ઘટનામાં ફાયર બ્રિગેડને દૂરથી આવવું પડતું હોવાથી ઘણીવાર મોડું થાય છે ત્યાં સુધીમાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે. જેના કારણે સ્થાનિક ગ્રામજનો એ ડેડીયાપાડા વિસ્તારમાં તાત્કાલિક ફાયર બ્રિગેડ ની સુવિધા શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે,



