SAGBARA

દેડિયાપાડાના ગ્રામ્ય વિસ્તારમાં AAP એક્શન મોડમાં – કુનબાર ગામે વાસ્મો કામોની સ્થળ તપાસ, ભ્રષ્ટાચારના આક્ષેપ,

 

દેડિયાપાડાના ગ્રામ્ય વિસ્તારમાં AAP એક્શન મોડમાં – કુનબાર ગામે વાસ્મો કામોની સ્થળ તપાસ, ભ્રષ્ટાચારના આક્ષેપ,

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 90; module: video;
hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 5441;
AI_Scene: (-1, -1);
aec_lux: 139.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 48;

વાતાસલ્યમ સમાચાર

જેસિંગ વસાવા : સાગબારા

 

ડેડિયાપાડા તાલુકાના કુનબાર ગામમાં પીવાના પાણીની સમસ્યા અને વાસ્મો યોજના હેઠળ થયેલા કામોમાં ગડબડીના આક્ષેપોને લઈ આમ આદમી પાર્ટીના નવનિયુક્ત પ્રતિનિધિઓએ સ્થળ તપાસ કરી તાત્કાલિક ઉકેલની માંગણી કરી.

 

નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના કુનબાર ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈને આમ આદમી પાર્ટી (AAP) એક્શન મોડમાં આવી છે. ગામમાં વાસ્મો યોજના હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે નવનિયુક્ત જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત સભ્યોએ સ્થળ મુલાકાત કરીને સ્થિતિનો અંદાજ લીધો હતો.

મળતી માહિતી મુજબ, ગામમાં પાણી માટે બનાવવામાં આવેલા બોરવેલ, પાઇપલાઇન અને અન્ય સુવિધાઓ યોગ્ય રીતે કાર્યરત નથી. કેટલાક સ્થળોએ કામ અધૂરું છે, તો ક્યાંક જાળવણીના અભાવે સમસ્યા વધુ વિકટ બની છે. જેના કારણે ગ્રામજનોને પીવાનું પાણી મેળવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ અગાઉ ગ્રામજનો અને આગેવાનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને લેખિત અરજી કરીને સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. આથી નારાજ ગ્રામજનોએ નવનિયુક્ત પ્રતિનિધિઓને સ્થળ પર બોલાવી પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા.

સ્થળ તપાસ દરમિયાન AAPના પ્રતિનિધિઓએ ખાતરી આપી હતી કે વાસ્મો યોજના હેઠળ થયેલા તમામ કામોની નિષ્પક્ષ તપાસ કરાશે અને જ્યાં ખામી જણાશે ત્યાં જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવશે. સાથે જ ગામમાં પાણી સમસ્યાનો વહેલો અને કાયમી ઉકેલ લાવવા તંત્રને દબાણ કરાશે.

ગ્રામજનો હવે આશા રાખી રહ્યા છે કે આ વખતે તેમની સમસ્યાનો યોગ્ય ઉકેલ મળશે અને વર્ષોથી ચાલી રહેલી પાણી કટોકટીમાંથી મુક્તિ મળશે.

Back to top button
error: Content is protected !!