SAGBARA

સાગબારાના સેલંબા હાઈસ્કૂલ ખાતે વિશ્વ બાળ મજુરી વિરોધ દિનની કરાયેલી ઉજવણી :

સાગબારાના સેલંબા હાઈસ્કૂલ ખાતે વિશ્વ બાળ મજુરી વિરોધ દિનની કરાયેલી ઉજવણી :

 

લોકજાગૃતિ અર્થે સેલંબા ગામમાં શાળાના બાળકો દ્વારા રેલી યોજાઈ,

સમગ્ર વિશ્વમાં ૧૨ જૂનને વિશ્વ બાળ મજુરી વિરોધ દિન તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે નર્મદા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી દ્વારા સાગબારા તાલુકાની સેલંબા હાઈસ્કૂલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી.

 

બાળ-મજુરી અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી વર્ષ ૨૦૦૨ માં ILO (વિશ્વ મજુર સંગઠન – International Labour Organization) એ દર વર્ષે ૧૨ જૂનનો દિવસ બાળ-મજુરી વિરોધ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારથી દર વર્ષે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ૧૨ જૂન બાળ-મજુરી વિરોધ દિન તરીકે મનાવાય છે. ઉજવણીને કેન્દ્રમાં રાખીને અનેક કાર્યક્રમો કરવામાં આવે છે.

 

બાળકો તંદુરસ્ત રીતે, આઝાદીથી અને સ્વમાનથી પોતાનો વિકાસ કરી શકે તે માટેની તકો અને સુવિધાઓ પૂરી પાડવી જોઇએ તેવી જોગવાઈઓ બંધારણમાં કરવામાં આવી છે. તેમજ ૧૪ વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળી રહે તેવા પ્રયત્નો સરકાર દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે બાળ મજૂરીને રોકવા અંગે લોકોમાં જાગૃતિ કેળવાય તેવા શુભ આશય સાથે સેલંબા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ગામમાં જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી. આ તબક્કે સાગબારા પોલીસ મથકના પીઆઈ ડી.જે.રાણા અને સેલંબા ગ્રામ પંચાયતના સરપંચ સોનલબેન તડવીની પ્રેરક ઉપસ્થિતિમાં રેલીને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવાઈ હતી. બાળકોની જનજાગૃતિ રેલી સેલંબા હાઈસ્કૂલથી નીકળી મુખ્ય બજારમાં થઈને પરત હાઈસ્કૂલમાં પહોંચી હતી. આ રેલીમાં નર્મદા જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારીશ્રી-કર્મચારીઓ, શાળાના બાળકો, શાળાના આચાર્ય-શિક્ષકો, ગામના આગેવાનો, સ્થાનિક કક્ષાએ કાર્યરત સંસ્થાના પ્રતિનિધિ મળી ૧૫૦થી વધુ લોકો સામેલ થયા હતા. રેલી દરમિયાન બાળકોએ “બાળ મજૂરી નાબૂદ કરો, બાળ મજૂરી એક પાપ છે, માનવતા માટે અભિષાપ છે.” જેવા વિવિધ સૂત્રો ઉચ્ચારી બેનર્સ અને પોસ્ટર્સ સાથે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!