SAGBARA

રાજ્યના પ્રથમ સરહદી ગામ જાવલીની પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી સાથે સ્નેહ સંવાદ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

રાજ્યના પ્રથમ સરહદી ગામ જાવલીની પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી સાથે સ્નેહ સંવાદ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

તા. ૬/૭/ ૨૦૨૩

વાત્સલ્યમ સમાચાર

જેસીંગ વસાવા

 

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના રાજ્યના પ્રથમ સરહદી ગામ જાવલીની મુલાકાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થી અને જાવલી ગામના રહીશ કિરણભાઈ વળવીને મળ્યા હતા અને તેમના નિર્માણાધિન આવાસનું નિરીક્ષણ કર્યું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજના થકી કિરણભાઈનું પાકા મકાનનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે ત્યારે આ પરિવારની તેમના જ નિવાસ સ્થાને મુખ્યમંત્રીએ મુલાકાત લેતા પરિવારજનોની આનંદની કોઈ સીમા રહી ન હતી.

મુખ્યમંત્રીએ લાભાર્થી કિરણભાઈને પ્રાપ્ત આવાસીય યોજનાકીય લાભ વિશે જાણકારી મેળવી હતી. ત્યાંથી પ્રસ્થાન દરમિયાન મુખ્યમંત્રીએ સંવેદનશીલ સ્વભાવનો પરિચય આપતા કહ્યું કે, ‘કઈંક જરૂર જણાય તો વિના સંકોચે કહેજો’

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!