SAGBARA

મોસીટ ગામમાં પાણી પુરવઠા અંગે પ્રસિદ્ધ થયેલ સમાચાર બાબતે નર્મદા જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ યુનિટ મેનેજરની સ્પષ્ટતા,

મોસીટ ગામમાં પાણી પુરવઠા અંગે પ્રસિદ્ધ થયેલ સમાચાર બાબતે નર્મદા જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ યુનિટ મેનેજરની સ્પષ્ટતા,

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; module: video;
hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 5705;
AI_Scene: (-1, -1);
aec_lux: 139.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 44;

વાત્સલ્યમ સમાચાર

જેસિંગ વસાવા : સાગબારા

 

નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના મોસીટ ગામમાં પાણી પુરવઠા બાબતે પ્રસિધ્ધ થયેલ સમાચાર અંગે નર્મદા જિલ્લા જળ અને સ્વચ્છતા એકમના યુનિટ મેનેજર એ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, મોસિટ ગામમાં મંદિર ફળિયુ, ટેકરા ફળિયુ, નીચલું ફળિયુ તથા હનુમાન ફળિયુ એમ ચાર ફળિયાઓ આવેલ છે. ગામમાં જૂથ યોજનાના સંપ આધારીત પાણી પુરવઠા યોજના હેઠળ આર.સી.સી. ટાંકી, ઘર કનેક્શન, પાઈપલાઈન તથા સંલગ્ન કામગીરી પૂર્ણ કરી ગામમાં પાણી પુરવઠો શરૂ કરવામાં આવ્યો હતો અને તા.૦૨/૦૬/૨૦૨૩ થી ગ્રામ પંચાયતને સંચાલન, મરામત અને નિભાવણી અર્થે હવાલે સુપ્રત કરવામાં આવેલ છે.

 

પ્રસિદ્ધ થયેલ સમાચાર અનુસંધાને તા.૧૨/૦૫/૨૦૨૬ ના રોજ ગ્રામ્ય ઓપરેટરને સાથે રાખી સ્થળ મુલાકાત કરવામાં આવી હતી. સ્થળ તપાસ દરમિયાન સાગબારા-ડેડિયાપાડા જૂથ પાણી પુરવઠા યોજનાના મોસિટ સબ હેડ વર્કસથી ગામના સંપ સુધી પાણી પુરવઠો ચાલુ હોવાનું જણાયું હતું. જોકે, જૂથ યોજનાના સંપ ખાતેની મોટર બગડેલી હાલતમાં જોવા મળી હતી.

 

ઓપરેટર તથા ગ્રામજનો દ્વારા જણાવ્યા મુજબ છેલ્લા આશરે ૬ મહિનાથી મોટર બગડેલી છે અને ગ્રામ પંચાયત દ્વારા તેની જરૂરી મરામત કરાવવામાં આવી ન હોવાથી ગામમાં પાણી પુરવઠો બંધ રહ્યો હતો. આમ, ગ્રામ પંચાયત/ગ્રામ્ય પાણી સમિતિ દ્વારા જરૂરી મરામત અને નિભાવણી ન થવાને કારણે યોજનાકીય પાણી પુરવઠો ખોરવાયો હોવાનું સ્થળ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું.

 

યુનિટ મેનેજર એ વધુમાં જણાવ્યું હતું કે, હાલ બગડેલ મોટરની રિપેરીંગ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મોટર રિપેર થયા બાદ સરપંચશ્રી સાથે સંકલન કરી યોજનાના અન્ય ઘટકોની ટેસ્ટિંગ કામગીરી પૂર્ણ કરી ગામમાં નિયમિત પાણી પુરવઠો શરૂ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. હાલ ગ્રામજનોને પીવાના પાણી માટે આશરે ૩૦ નંગ બોર-મોટર મારફતે પાણી ઉપલબ્ધ થઈ રહ્યું છે. જેની સ્પષ્ટતા નર્મદા જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ યુનિટ મેનેજર દ્વારા રદિયો મારફતે આપવામાં આવી છ,

Back to top button
error: Content is protected !!