SAGBARA

દેડિયાપાડામાં આગની ઘટનામાં AAP ના ચૂંટાયેલા સભ્યો તેમજ સ્થાનિક મુસ્લીમ સમાજ પણ વ્હારે આવ્યું,

ઘરવખરી સહિત સોના-ચાંદીના દાગીના બળીને ખાખ, AAPના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પરિવારની મુલાકાત લીધી,

 

દેડિયાપાડામાં આગની ઘટનામાં AAP ના ચૂંટાયેલા સભ્યો તેમજ સ્થાનિક મુસ્લીમ સમાજ પણ વ્હારે આવ્યું,

 

દેડીયાપાડાના થાણા ફળિયામાં લગ્નના દિવસે જ આગ ભભૂકી, લાખો રૂપિયાનું નુકસાન,

વાતાસલ્યમ સમાચાર

જેસિંગ વસાવા : સાગબારા

 

ઘરવખરી સહિત સોના-ચાંદીના દાગીના બળીને ખાખ, AAPના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પરિવારની મુલાકાત લીધી,

 

દેડીયાપાડા નગરના થાણા ફળિયામાં લગ્ન પ્રસંગ દરમિયાન આગ લાગવાની દુઃખદ ઘટના સામે આવી છે. તા. 17/05/2026ની મધરાત્રી બાદ થાણા ફળિયામાં રહેતા મનીષભાઈ ભારજીભાઈ વસાવાના ઘરે લગ્નનો પ્રસંગ ચાલી રહ્યો હતો. પરિવારજનો અને સગાસંબંધીઓ ખુશીના માહોલમાં લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતા ત્યારે રાત્રે આશરે 3:30 વાગ્યે અચાનક ભયંકર આગ ફાટી નીકળી હતી.

આગ લાગતા જ લગ્ન પ્રસંગમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક લોકો અને પરિવારજનો આગ પર કાબૂ મેળવવા દોડી આવ્યા હતા, પરંતુ આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે ઘરનો મોટાભાગનો સામાન બળીને રાખ થઈ ગયો હતો. લગ્ન માટે તૈયાર રાખવામાં આવેલા સોના-ચાંદીના દાગીના, કપડાં, ઘરવખરી અને અન્ય કિંમતી સામાન આગમાં સંપૂર્ણ નષ્ટ થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

આ દુર્ઘટનાને કારણે ખુશીના પ્રસંગ વચ્ચે પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો.

સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ દેડીયાપાડા અને આજુબાજુના વિસ્તારોમાં આગ લાગવાની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે. લોકોનું કહેવું છે કે જો દેડીયાપાડા વિસ્તારમાં ફાયર બ્રિગેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે તો આવી આગની ઘટનાઓમાં સમયસર નિયંત્રણ મેળવી શકાય અને જાનમાલનું મોટું નુકસાન અટકાવી શકાય. હાલમાં ફાયર બ્રિગેડને દૂરના વિસ્તારથી આવવું પડતું હોવાથી ઘણીવાર મોડું થઈ જાય છે અને ત્યાં સુધીમાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે.

સ્થાનિક ગ્રામજનોએ દેડીયાપાડા વિસ્તારમાં તાત્કાલિક ફાયર બ્રિગેડની સુવિધા શરૂ કરવાની માંગ ઉઠાવી છે.

આ દુઃખદ ઘટનાને પગલે ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની વર્ષાબેન વસાવા અને શકુંતલાબેન સહિત જિલ્લા તથા તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે પરિવારને સાંત્વના આપી જરૂરી મદદ અને સહયોગની ખાતરી આપી હતી.

Back to top button
error: Content is protected !!