SAGBARA

આધુનિક યુગમાં પણ રણબુડા ગામ નેટવર્કથી વંચિત, ઓનલાઇન કામગીરી માટે વલખા, ગામના પાદરે જવા મજબૂર બન્યા,

સાગબારાના રણબુડા ગામે નેટવર્કની ગંભીર સમસ્યા, ગ્રામજનો પરેશાન,

 

 

આધુનિક યુગમાં પણ રણબુડા ગામ નેટવર્કથી વંચિત, ઓનલાઇન કામગીરી માટે વલખા, ગામના પાદરે જવા મજબૂર બન્યા,

 

સાગબારાના રણબુડા ગામે નેટવર્કની ગંભીર સમસ્યા, ગ્રામજનો પરેશાન,

વાત્સલ્યમ સમાચાર

જેસિંગ વસાવા : સાગબારા

 

હરણફાળ ડિજિટલ ઇન્ડિયા કહેવાતા નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના રણબુડા (બોરીમાલ) ગામમાં મોબાઇલ નેટવર્કની ગંભીર સમસ્યાને કારણે ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ડિજિટલ યુગમાં જ્યાં મોટાભાગની સરકારી અને શૈક્ષણિક કામગીરી ઓનલાઇન થઈ રહી છે, ત્યાં રણબુડા ગામના લોકો આજે પણ નેટવર્કના અભાવે અનેક મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામમાં મોબાઇલ નેટવર્ક અત્યંત નબળું હોવાથી વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ, ફોર્મ ભરવા તેમજ અન્ય શૈક્ષણિક કામગીરી માટે ગામની બહાર જવું પડે છે. આ ઉપરાંત આંગણવાડી કાર્યકરો, શિક્ષકો અને અન્ય સરકારી કર્મચારીઓને પણ ઓનલાઇન રિપોર્ટિંગ અને વિવિધ પોર્ટલ આધારિત કામગીરી કરવા માટે ગામ છોડીને નેટવર્ક મળતા વિસ્તારોમાં જવું પડે છે.

નેટવર્કની સમસ્યાને લઈને અનેક વખત સંબંધિત વિભાગો તેમજ ટેલિકોમ કંપનીઓ સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. પરિણામે ગ્રામજનોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે.

ગ્રામજનોએ જણાવ્યું હતું કે નેટવર્કના અભાવે સમય અને નાણાં બંનેનો વ્યય થાય છે. તાત્કાલિક ધોરણે મોબાઇલ ટાવર સ્થાપિત કરી અથવા નેટવર્ક સુવિધામાં સુધારો કરી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ ગ્રામજનો દ્વારા ઉઠાવવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!