SAGBARA

નર્મદાની રાજનીતિમાં ગરમાવો, નિલ રાવ એન્ડ કંપની”ના કારણે ભાજપ નર્મદામાં હારી, સાંસદ મનસુખ વસાવાએ પત્તા ખોલ્યા,

નર્મદાની રાજનીતિમાં ગરમાવો, નિલ રાવ એન્ડ કંપની”ના કારણે ભાજપ નર્મદામાં હારી, સાંસદ મનસુખ વસાવાએ પત્તા ખોલ્યા,


વાતાસલ્યમ સમાચાર

જેસિંગ વસાવા : સાગબારા

 

નર્મદા જિલ્લામાં ભાજપની હાર પાછળ મનસુખ વસાવા એ મોટું નિવેદન આપ્યું હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે. સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં જણાવ્યું કે, “નિલ રાવ એન્ડ કંપની”ના કારણે ભાજપને નર્મદા જિલ્લામાં પરાજયનો સામનો કરવો પડ્યો.

તેમણે વધુમાં જણાવ્યું કે પક્ષની અંદર ચાલી રહેલી ગેરસમજૂતી, આંતરિક ખેંચતાણ અને કેટલાક લોકોના વર્તનના કારણે કાર્યકરોમાં અસંતોષ ફેલાયો હતો, જેના પ્રભાવથી સ્થાનિક ચૂંટણીમાં ભાજપને નુકસાન થયું.

વધુમાં જણાવ્યું કે નિલરાવ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ જગ્યાએ પ્રચાર કરવા નહીં ગયા જો નીલરાવ ગયા જો પ્રચાર કરવા ગયાનો ફોટો પણ બતાવે તેવું જણાવ્યું વસાવા એ દુઃખ ની વેદના ઠાલવી કે નીલરાવ એન્ડ કંપની કમલમ માં જઈ AC માં બેસી રહે છે અને સવારે રાક્ષસોની જેમ 10 વાગ્યા સુધી બિસ્તરમાં પડી રહે છે આવા જિલ્લાના હોદ્દેદારો થઈને બિન કાળજી થી કામ કરેતો ન ચાલે આવા લોકોએ રાજીનામું આપી દેવું જોઈએ તેવું મનસુખ વસાવાએ જણાવ્યું હતું,

Back to top button
error: Content is protected !!